શું ગુજરાતના આ શહેરમાં અંધારપટ છવાશે? વધુ એક નગર પાલિકાએ દેવાળું ફંક્યું! 16 કરોડના બિલો બાકી
કેટલીય નગર પાલિકાઓને પોતાના ખર્ચ કાઢવાના ફાંફા પડી રહ્યા અને વીજળી પાણી સહિતના પાણીના બિલો અને કર્મચારીઓના પગાર પણ ચૂકવી નથી શકતી. ત્યારે પંચમહાલની ગોધરા નગર પાલિકાએ પણ દેવાડવું ફૂંકતા 16 કરોડના બિલો બાકી રહી જતા હવે કફોડી સ્થિતિમાં મુકાઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/પંચમહાલ: રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓ દેવાદાર બની રહી છે. કેટલીય નગર પાલિકાઓને પોતાના ખર્ચ કાઢવાના ફાંફા પડી રહ્યા અને વીજળી પાણી સહિતના પાણીના બિલો અને કર્મચારીઓના પગાર પણ ચૂકવી નથી શકતી. ત્યારે પંચમહાલની ગોધરા નગર પાલિકાએ પણ દેવાડવું ફૂંકતા 16 કરોડના બિલો બાકી રહી જતા હવે કફોડી સ્થિતિમાં મુકાઈ છે.
નગરજનોની સુખાકારીને લગતી યોજનાઓ અને જીવન જરૂરિયાત જેવી કે લાઈટ પાણી, ગટર વ્યવસ્થા અને સારા રસ્તા આપવા નું કામ નગરપાલિકા ની જવાબદારી મા આવતું હોય છે.જેના માટે નગરપાલિકા પોતાના શહેરીજનો પર ટેક્સ લઈ ને પોતાનો ખર્ચ નિભાવ કરતી હોય છે.પરંતુ નગરપાલિકા પોતાના સત્તાધીશો ના અણઘડ વહીવટ ના કારણે પોતે દેવા મા ડુબી જતી હોય છે.અને કંઈક આવું જ બન્યું છે ગોધરા નગરપાલિકા મા.ગોધરા નગરપાલિકાના પોતાનાના આવકના સાધનો, નગરજનો પર નો કરવેરો હોવા છતાં આજે ગોધરા ની નગરપાલિકા કરોડો ના દેવા હેઠળ દબાયેલ છે.ગોધરા પાલિકા માંડ માંડ તેના કર્મચારીઓનો પગાર કરી શકે છે.
તેમાંય નગરજનો માટે લાઈટ અને પાણી ની સુવિધાઓ મા તો કરોડો નું બિલ બાકી છતાં લોકોને તકલીફ ના પડે તે હેતુ હજુ સુધી લાઈટ પાણી નગરજનો ને મળી રહ્યું છે. MGVCLના જણાવ્યા મુજબ કોરોના કાળ બાદ ગોધરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ અને વોટર વર્ક્સનું રૂપિયા 16 કરોડ જેટલું માતબર બિલ ચૂકવાયું નથી અને વિજવિભાગ ની વારંવાર ની નોટિસ ના જવાબ મા થોડા રૂપિયા ભરી અને વિંનતી થી લાઈટ અને પાણી નો પુરવઠો યથાવત રાખવામા આવે છે.
જોકે સરકાર દ્વારા વીજ બીલ પ્રોત્સાહક યોજના અંતર્ગત રાજ્ય ની જે નગરપાલિકા ઓ ને વિજબીલ ના નાણાં ભરવા સક્ષમ ના હોય એ પાલિકાઓ ને તેમને મળતી ગ્રાન્ટ માંથી લોન પેટે વીજ બીલ ચુકવી આપવા ની યોજના મુકવા મા આવતા કંઈક અંશે રાહત નો શ્વાસ પાલિકા લઇ રહી છે.ગોધરા પાલિકા દ્વારા ઠરાવ કરી વિજબીલ ચૂકતે કરવા સરકાર ને મોકલી આપ્યો છે અને MGVCL ને હવે થી સરકાર હપ્તે થી બાકી રહેલ નાણાં ચુકવશે અને સરકારે ચુકવેલ નાણાં પાલિકાની ગ્રાન્ટમાંથી કપાઈ જશે એવી વ્યવસ્થા કરવામા આવી છે.
જોકે દેવાદાર ગોધરા નગરપાલિકા ને સરકાર દ્વારા વિજબીલ ચુકવવા મા જે મદદ કરવા ની વાત થઇ ત્યારબાદ હવે ગોધરા શહેર મા વીજળી નો જેમ ફાવે એમ બગાડ થતો જોવા મળે છે.હાલ જ્યાં નજર કરો ત્યા ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ઝળહળતી જોવા મળે છે એટલે કે પાલિકા વીજ બચત માટે કોઈ પ્રકાર ની વ્યવસ્થા કરતી જોવા નથી મળતી. હાલ તો 14.5 કરોડ ઉપરાંત પાણીના વિજબીલ નાણાં અને 1.5 કરોડ જેટલાં સ્ટ્રીટ લાઈટ અને અન્ય મળી કુલ 16 કરોડ જેટલી રકમ MGVCLને ચુકવવા ની બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે