બાગપતમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયું, પાઈલટ્સે કૂદીને જીવ બચાવ્યો

વાયુસેના દિવસની તૈયારીઓના પગલે ઉડાણ ભરી રહેલું વાયુસેનાનું નાનું વિમાન એમએલ 130 ક્રેશ થઈ ગયું. ઉડાણ ભરવા દરમિયાન થયેલા આ અકસ્માતમાં બે પાઈલટ્સે પેરાશૂટથી કૂદીને પોતાના જીવ બચાવ્યા.

બાગપતમાં વાયુસેનાનું પ્લેન ક્રેશ થયું, પાઈલટ્સે કૂદીને જીવ બચાવ્યો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બાગપતમાં આજે એક મોટો અકસ્માત થતા થતા રહી ગયો. વાયુસેના દિવસની તૈયારીઓના પગલે ઉડાણ ભરી રહેલું વાયુસેનાનું નાનું વિમાન એમએલ 130 ક્રેશ થઈ ગયું. ઉડાણ ભરવા દરમિયાન થયેલા આ અકસ્માતમાં બે પાઈલટ્સે પેરાશૂટથી કૂદીને પોતાના જીવ બચાવ્યાં. 

આ અકસ્માત બાગપતના બિનોલીના રંછાડના જંગલમાં થયો. દુર્ઘટનાગ્રસ્ત વિમાન ટુ સીટર હતું. સવારે અચાનક જંગલમાં ટુ સીટર પ્લેન તૂટી પડતા જોઈને લોકો દહેશતમાં આવી ગયા હતાં. અકસ્માત બાદ વિસ્તારમાં લોકોની ભીડ લાગી ઉમટી પડીહતી. પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કરી દીધુ. 

આ અકસ્માત આજે સવારે લગભગ પોણા દસ વાગ્યાની આસપાસ થયો. અકસ્માતમાં બંને પાઈલટ્સ સુરક્ષિત હોવાનું કહેવાય છે. પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માત થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news