સેક્સ મેનિયાકે દુષ્કર્મના કેસમાં પેરોલ પર છુટી દાણીલીમડાની બાળાઓ પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો

  શહેરના દાણીલીમડામાં છ વર્ષની બે બાળકીઓ પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની દાણીલીમડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે,  આરોપી સેક્સ મેનિયાક છે. બળાત્કારની ઘટનામાં સજા પામેલો કેદી છે અને 15 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. ઘટનાનાં દિવસે સવારથી જ બાળકીઓ સાથે દુષ્કર્મના ઇરાદે નિકળ્યો હતો. દરમિયાન દાણીલીમડામાં બે બાળકીઓને જોઇ જતા તેનું મન લલચાયું હતું. જેથી બાળકીઓને લાલચ આપીને શૌચાલયમાં લઇ ગયો હતો. જો કે બાળકીઓએ બુમાબુમ કરતા તે પલાયન થઇ ગયો હતો.
સેક્સ મેનિયાકે દુષ્કર્મના કેસમાં પેરોલ પર છુટી દાણીલીમડાની બાળાઓ પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો

અમદાવાદ :  શહેરના દાણીલીમડામાં છ વર્ષની બે બાળકીઓ પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીની દાણીલીમડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે,  આરોપી સેક્સ મેનિયાક છે. બળાત્કારની ઘટનામાં સજા પામેલો કેદી છે અને 15 દિવસના પેરોલ પર બહાર આવ્યો હતો. ઘટનાનાં દિવસે સવારથી જ બાળકીઓ સાથે દુષ્કર્મના ઇરાદે નિકળ્યો હતો. દરમિયાન દાણીલીમડામાં બે બાળકીઓને જોઇ જતા તેનું મન લલચાયું હતું. જેથી બાળકીઓને લાલચ આપીને શૌચાલયમાં લઇ ગયો હતો. જો કે બાળકીઓએ બુમાબુમ કરતા તે પલાયન થઇ ગયો હતો.

દાણીલીમડામાં 6 વર્ષની બે બાળકીઓ પોતાનાં ઘર પાસે રમતી હતી ત્યારે અજાણ્યો શખ્સ આવ્યો હતો. ઢીંગલી આપવાની લાલચ આપી હતી. ત્યાર બાદ બે બાળકીઓને બાજુમાં આવેલા બંધ મકાનમાં શૌચાલયમાં લઇ ગયો હતો. બાળકીઓના ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા. બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકીઓએ બુમાબુમ કરતા તે ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ મુદ્દે દાણીલીમડા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને કેસની તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં એક શંકાસ્પદ યુવક જણાઇ આવ્યો હતો.

જેના પગલે પોલીસે યુવક જે દિશામાં ગયો ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ ચાલુ કરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજથી મોહમ્મદ રફીક ઉર્ફે કાલુ ઉર્ફે ટાઇમપાસ સફી રંગરેજની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે સવારથી બાળકીઓ સાથે દુષ્કર્મના ઇરાદે નીકળ્યો હતો. બે બાળકીઓને જોતા જ લલચાવીને લઇ ગયો હતો. 
આરોપી મોહમ્મદ રફીક અગાઉ ઇસનપુર વિસ્તારમાં જ બાળકી પર બળાત્કારનો કેસ નોંધાયો હતો. જે કેસમાં કોર્ટે પોક્સો એક્ટ અને બળાત્કાર કરવાના આરોપસર તેને સાત વર્ષની સજા કરી હતી. જે સજા તે જેલ ભોગવી રહ્યો હતો. દરમિયાન થોડા દિવસ પહેલા આરોપીના પિતાનું મોત થતા તે જેલમાંથી પેરોલ લઇને બહાર આવ્યો હતો. ફરી આ પ્રકારનું કૃત્ય આચર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news