ગુજરાતમાં હિન્દુત્વને ટકાવી રાખવા માટે દીકરીઓની સ્વ સુરક્ષા જરૂરી, 530 દીકરીઓએ કટાર ભેટ અપાઈ

લવ જેહાદી સામે રક્ષણ માટે છોકરીઓને કટારનું વિતરણ, કાજલ હિન્દુસ્તાનીના કાર્યક્રમમાં શસ્ત્રોનું વિતરણ થયું હતું. નખત્રાણાના નિષ્કલંકી ધામમાં યુવા શિબિરમાં યુવતીને સ્વબચાવ માટે હથિયાર આપવામાં આવ્યું. યુવા શિબિરમાં 530 યુવતીઓને સ્વરક્ષણ માટે કટારનું વિતરણ

ગુજરાતમાં હિન્દુત્વને ટકાવી રાખવા માટે દીકરીઓની સ્વ સુરક્ષા જરૂરી, 530 દીકરીઓએ કટાર ભેટ અપાઈ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ આયોજીત ત્રીદિવસીય જ્ઞાન શિબિરમાં સમાજની દીકરીઓને સંસ્કાર, સનાતન, સ્વાસ્થ્ય, સાનિધ્ય અને સમર્પણ અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં આજે કાજલ હિન્દુસ્થાનીએ પણ સમાજની મહિલાઓને હિન્દુત્વ પર ઉદ્દબોધન આપ્યું હતું

નખત્રાણાના નિષ્કલંકી ધામ ખાતે કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજની દીકરીઓને હિન્દુત્વ ટકાવી રાખવા ત્રીદિવસીય જ્ઞાન શિબિર યોજાઈ હતી. જેમાં જુદાં જુદાં વિવિધ વક્તાઓ દ્વારા સમાજની દીકરીઓને પ્રેરણા આપવામાં આવી હતી. તો આજે પ્રખર હિન્દુત્વવાદી વક્તા કાજલ હિન્દુસ્થાનીએ હિન્દુત્વ પર તેમજ દીકરીઓને લવ જેહાદ અને લેન્ડ જેહાદ અંગે કંઈ રીતે સાવચેતી રાખવી તે અંગે ઉદ્દબોધન આપ્યું હતું.

530 જેટલી દીકરીઓને શાસ્ત્ર અને કટાર શસ્ત્ર અપાયા
આ ત્રિદિવસીય શિબિર દરમિયાન કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજની 530 જેટલી દીકરીઓને શાસ્ત્ર અને કટાર શસ્ત્ર શિબિરમાં ભેટ અપાઈ હતી. તો આધુનિક નારીત્વ અંગે જ્ઞાન આપવામાં આવ્યું હતું.આજના આ આધુનિક યુગમાં વિધર્મીઓના વશીકરણથી કેમ સ્વ રક્ષણ મેળવવું તેમજ નારી તું નારાયણી વિશેના મૂલ્યો પણ સમજાવવામાં આવ્યા હતા.

No description available.

હિન્દુ સમાજની દીકરીઓને કેરેલા સ્ટોરી જોવી જોઈએ
કાજલ હિન્દુસ્થાનીએ જણાવ્યું હતું કે," હિન્દુ છું હિન્દુત્વની જ હંમેશા વાત કરીશ. કચ્છમાં ઉદ્દબોધન આપતી વખતે અસામાજિક તત્વોએ આવતા તેને રોકી હતી પરંતુ કોઈ પણ ભોગે તે હિન્દુત્વ વિશે જાગૃતતા ફેલાવવાનો નહીં રોકે.જેહાદીઓ આજે તેમનાથી તરફડે છે અને આતંકીઓ એક મહિલાથી ફાંફાં મારે છે.તો હિન્દુ સમાજની દીકરીઓને કેરેલા સ્ટોરી ફિલ્મ બતાવવાની વાત કરી હતી."

હિન્દુઓને બરબાદ કરવાનું ષડયંત્ર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આજે ખાસ કરીને હિન્દુ બહેનો માટે સમય ખરાબ ચાલી રહ્યો છે.તેમને જ્યારે 2016માં લવ જેહાદની વાત કરવામાં આવે ત્યારે લોકો તેમની પર હસતા હતા. વર્ષ 2019થી લવ જેહાદ ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યું છે.આજે 4 માધ્યમો પૈકી બોલીવુડ , સોશિયલ મીડિયા, ડર અને ડ્રગ્સના માધ્યમથી લવ જેહાદ ફેલાઈ રહ્યું છે.દેશમાં હિન્દુઓને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

દીકરીઓનું વશીકરણ કરીને તેને વ્યસની બનાવાય છે
વિશ્વમાં હિન્દુ દીકરી સાથે માનસીક, આર્થિક, શારીરિક શોષણ થઈ રહ્યું છે.દીકરીઓનું વશીકરણ કરીને તેને વ્યસની બનાવીને તેમનું શારીરિક શોષણ થઈ રહ્યું છે.જેહાદીઓ હિન્દુ દીકરીઓ તેમજ પરણેલી દીકરીઓને ટાર્ગેટ કરે છે.હિન્દુની દીકરી પર નજર નાખીને ડરનો માહોલ ઉભો કરે છે. તેઓ દીકરીઓ માટે ગ્રાઉન્ડ સ્તરે કામ કરે છે અને પોતાની જાતને સાબિત કરવા માટે તે જેલ પણ જઈ આવ્યા છે.

લવ જેહાદના એજેન્ડા અને ધર્મ પરિવર્તનના એજન્ડા વચ્ચે કાજલ હિન્દુસ્થાની
હિન્દુત્વ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,જે હિન્દુ સાથે ઊભો છે તેને મારું સમર્થન છે.જે હિન્દુ હિતની વાત કરશે તેને જ હવેથી વોટ મળશે.દેશની હિન્દુ મહિલાઓ આગની અંદર પોતાની જાતને સમર્પિત કરવાની તાકાત રાખે છે તો તલવાર ઉઠાવીને ઝાંસીની લક્ષ્મીબાઈની જેમ લડતા પણ જાણે છે.દેશમાં આજે લવ જેહાદના એજેન્ડા અને ધર્મ પરિવર્તનના એજન્ડા વચ્ચે કાજલ હિન્દુસ્થાની આવી ગઈ છે એટલે એને પતાવવા પ્રયત્નો થઇ રહ્યા છે.

લવ જેહાદના મુખ્ય કારણોમાનું એક બોલીવુડ
કાજલ હિન્દુસ્થાની દ્વારા અનેક દીકરીઓને લવ જેહાદના પ્રકરણમાં મુક્તિ અપાવવામાં આવે છે જેમાં આજ સુધી જેટલી દીકરીઓને લવ જેહાદમાંથી મુક્ત કરાવી છે તેમાંથી 95 ટકા દીકરીઓની ઉંમર 13 અને 14 વર્ષની છે.કારણ કે આજે લવ જેહાદના મુખ્ય કારણોમાનું એક બોલીવુડ છે. બોલીવુડના કારણે 25 વર્ષ સુધીની દીકરીઓ લવ જેહાદનો શિકાર બને છે.તો 25થી 35 વર્ષની ઉંમરમાં ટીવી સીરિયલ થકી લવ જેહાદ થઈ રહ્યું છે.35થી વર્ષની વધુ ઉંમરની મહિલાઓને OTT પ્લેટફોર્મ થકી લવ જેહાદનો ભોગ બની રહી છે.

No description available.

દેશને બેટીઓ કો સશકત બનાવો સૂત્રની જરૂર
કાજલ હિન્દુસ્થાની દ્વારા સમાજની યુવતીઓને ઉદાહરણો મારફતે પોતાની રક્ષા ખુદ કરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો મહિલાઓને જણાવ્યું હતું કે જેહાદીઓ આપણને પતાવે એના પહેલા આપણે એને પહેલા પતાવી નાખવું જોઈએ.આજે દેશમાં બેટી પઢાઓ સૂત્ર જ નહીં પરંતુ બેટીઓકો સશકત બનાવો સૂત્રની પણ જરૂર છે.

બાઘેશ્વર ધામના બાબાને પૂરતું સમર્થન, આશીર્વાદ લેવા જશે
આ ઉપરાંત હાલમાં બાઘેશ્વર ધામના બાબા ધીરેન શાસ્ત્રી ગુજરાત આવવાના છે ત્યારે તેનો વિરોધ કરવામાં આવી રહ્યું છે ત્યારે કાજલ હિન્દુસ્થાનીએ એ બાબતે જણાવ્યું હતું કે, તેઓ બાબાને મળવા જવાના છે અને તેમને તેમનું પૂરો સમર્થન પણ છે.બાબાના પ્રોગ્રામના આયોજકોને બાબાના દર્શન માટે તેમના દ્વારા વિનંતી પણ કરવામાં આવી છે.તેઓ આતંકી, જેહાદીઓ અને સામાજિક તત્વો સામે જે બેડું હાથમાં લીધું છે તેમના સામે તેમની રક્ષા કરે તે માટે બાબાના આશીર્વાદ પણ લેશે.

હિન્દુત્વને ટકાવી રાખવા માટે દીકરીઓની સ્વ સુરક્ષા જરૂરી
કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘના મહામંત્રી ચંદ્રિકાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, "સમાજની દીકરીઓને ભણતરની સાથે ગણતર પણ આપવામાં આવે અને જે અત્યારે મોટો પ્રશ્ન છે હિન્દુત્વને ટકાવી રાખવા માટે દીકરીઓની સ્વ સુરક્ષા જરૂરી છે કારણકે આવનારો સમય આપણા માટે વિપરીત સમય છે.

માટે સમાજની અંદર કારોબારી એ નક્કી કર્યું કે ત્રણ દિવસ માટે દીકરીઓની શિબિરનું આયોજન કરવામાં આવે અને આવી રીતે દીકરીઓને અંદર સંસ્કાર, સાનિધ્ય, સમર્પણ સાથે સ્વાસ્થ્ય અને ખાસ કરીને નારી તું નારાયણી જે આજે આપણા દેશની અંદર હિન્દુત્વ માટે જે લડત કરી રહી છે એવા નારી શક્તિ અને ભારત દેશનું ગૌરવ એવા કાજલબેન હિન્દુસ્તાની અહીઁ બોલાવીને દીકરીઓને પ્રેરણા આપવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news