RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો

2000 Rupees Note: ભારતીય કરન્સીમાં સૌથી મોટી નોટ ગણાતી 2000 રૂપિયાની નોટ હવે હાલના દિવસોમાં લોકોના હાથમાં ઓછી જોવા મળે છે. લોકોનું કહેવું છે કે આ નોટ એટીએમમાંથી પણ નીકળતી નથી. આખરે શું છે તેની પાછળનું કારણ?

RBI: જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, નહીતર ધંધે લાગી જશો

Breaking news: તમે 2000 રૂપિયાની ગુલાબી નોટ છેલ્લે ક્યારે જોઈ હતી? કઈ યાદ છે તમને? જરા યાદ તો કરો કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ કાઢ્યા બાદ તેના છૂટ્ટા કરાવવા માટે છેલ્લે તમે ક્યારે ઠેર ઠેર ભટકી રહ્યા હતા. કદાચ લાંબો સમય વીતી ગયો હશે. ત્યારે હવે RBIએ ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે.  2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ લીગલ ટેન્ડરમાં રહેશે.

— ANI (@ANI) May 19, 2023

સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANI એ જણાવ્યું કે, 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર પછી પણ માન્ય રહેશે. આરબીઆઈને આશા છે કે લોકોને બેંકોમાંથી નોટો એક્સચેન્જ કરવા માટે 4 મહિના પૂરતો સમય છે. હાલમાં જે 2000ની નોટો બજારમાં છે તે 30 સપ્ટેમ્બરની નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં બેંકોને પરત કરવામાં આવશે. આ આરબીઆઈની નિયમિત કવાયત છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.

2000 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નોટબંધીના 6 વર્ષ બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. આ દરમિયાન 2000 રૂપિયાની નોટોને લઈને એક મોટી વાત સામે આવી રહી છે કે ફરી એકવાર આ નોટો બજારમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. હવે સરકારે આ મામલે મોટો નિર્ણય આજે લીધો છે.

સાંસદે પૂછ્યો હતો સવાલ
માર્ચ 2023માં લોકસભામાં સાંસદ સંતોષકુમારે નાણામંત્રી નિર્મલા સીતારમણને 2000 રૂપિયાની નોટ અંગે સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું રિઝર્વ બેંકે બેંકો પર 2000 રૂપિયાની નોટને એટીએમમાંથી જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે? જો હાં તો તેની જાણકારી આપવી જોઈએ. આ સાથે જ તેમણે પૂછ્યું હતું કે શું રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરી દીધુ?

નાણામંત્રીએ આપ્યો હતો જવાબ
જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ATM માં 2000 રૂપિયાની નોટ ભરવા કે ન ભરવા માટે  બેંકોને કોઈ નિર્દેશ અપાયા નથી. બેંક કેશ વેન્ડિંગ મશીનોને લોડ કરવા માટે પોતે જાણે પસંદ  કરે છે. તેઓ જરૂરિયાતની સમીક્ષા કરે છે. નાણામંત્રીએ કહ્યું હતું કે RBI ના વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ 2019-20 બાદથી 2000 રૂપિયાની નોટનું છાપકામ થયું નથી. 

ડિસેમ્બરમાં પણ સંસદમાં ઉઠ્યો હતો મુદ્દો
આ અગાઉ ડિસેમ્બર 2022માં ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલકુમાર મોદીએ પણ ગત વર્ષ ડિસેમ્બરમાં સર્ક્યુલેશનમાંથી ગાયબ થઈ રહેલી 2000 રૂપિયાની નોટો વિશે સવાલ પૂછ્યો હતો. તેમણે સરકારને પૂછ્યું હતું કે માર્કેટમાં ગુલાબી રંગની 2000ની નોટના દર્શન દુર્લભ થઈ ગયા છે. એટીએમથી પણ નીકળતી નથી. જેના લીધે અફવા છે કે હવે તે કાયદેસર નથી. 

નોટબંધી બાદ બહાર પડી હતી 2000 રૂપિયાની નોટ
રિઝર્વ બેંકે પોતાના વાર્ષિક રિપોર્ટમાં 2000 રૂપિયાની નોટ વિશે મોટી જાણકારી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2019-20, નાણાકીય વર્ષ 2020-21, અને નાણાકીય વર્ષ 2021-22 માં 2000 રૂપિયાની એક પણ નોટ છપાઈ નથી. આ કારણસર બજારમાં 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન ઘટ્યું છે. અત્રે જણાવવાનું કે નવેમ્બર 2016માં થયેલી નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટને રિઝર્વ બેંકે બહાર પાડી હતી. 

8 નવેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ ચલણી નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીની જગ્યાએ રિઝર્વ  બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ તે નોટની વેલ્યૂની ભરપાઈ સરળતાથી કરી દેશે જેમને ચલણમાંથી  બહાર કરવામાં આવી. રિપોર્ટ મુજબ 2000 રૂપિયાની નોટને ઈશ્યુ કરવાથી બાકી નોટોની જરૂરિયાત ઓછી પડી હતી. 

સંપૂર્ણ રીતે કાયદેસર છે 2000 રૂપિયાની નોટ
દેશમાં 2000 રૂપિયાની નોટ સૌથી વધુ ચલણમાં વર્ષ 2017-18માં રહી હતી. આ દરમિયાન બજારોમાં 2000ની 33630 લાખ નોટ ચલણમાં હતી. જેનું કુલ મૂલ્ય 6.72 લાખ કરોડ રૂપિયા હતું. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં એ જાણકારી આપી હતી કે છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છપાઈ નથી. 

હકીકતમાં RBI સરકાર સાથે વાતચીત કર્યા બાદ નોટોના છાપકામ અંગે નિર્ણય લે છે. એપ્રિલ 2019 બાદથી કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની એક પણ નોટ છાપી નથી. જો કે 2000 રૂપિયાની નોટ હજુ પણ સંપૂર્ણ રીતે કાયદેસર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news