ગુજરાતે સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી, આયોજનબદ્ધ રીતે શ્રમિકોને મોકલાઈ રહ્યાં છે વતન

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં શ્રમિકો માટે દોડાવવામાં આવી રહેલી ટ્રેનો અને તે અંગે હાલની સ્થિતિ પર વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે આયોજનબદ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં 45 ટકાથી વધુ ટ્રેન ગુજરાતે દોડાવી છે. 

ગુજરાતે સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી, આયોજનબદ્ધ રીતે શ્રમિકોને મોકલાઈ રહ્યાં છે વતન

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યમાં શ્રમિકો માટે દોડાવવામાં આવી રહેલી ટ્રેનો અને તે અંગે હાલની સ્થિતિ પર વિગતવાર માહિતી આપી. તેમણે કહ્યું કે આયોજનબદ્ધ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. સમગ્ર દેશમાં 45 ટકાથી વધુ ટ્રેન ગુજરાતે દોડાવી છે. 

સીએમ સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે આજે સવારે 8 વાગ્યા સુધીમાં સમગ્ર ભારતમાં કુલ 461 ટ્રેનો શ્રમજીવી સ્પેશિયલ, શ્રમિક ટ્રેનો દોડાવવામાં આવી. જે પૈકી ગુજરાતમાંથી 209 ટ્રેનો દોડાવવામાં આવી. જે કુલ ટ્રેનોના લગભગ 45 ટકા થાય છે. જેની સરખામણીએ બીજા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 61 ટ્રેનો કે જે કુલ ટ્રેનોની 13 ટકા થાય છે, દોડાવાઈ છે. તેલંગણાથી અત્યાર સુધીમાં કુલ 27 ટ્રેનો દોડાવવામાં આવી જે 6 ટકા થાય છે. પંજાબમાં 49 ટ્રેનો દોડાવવામાં આવી હતી જે ટકાવારીની દ્રષ્ટિએ 11 ટકા થાય છે. ગુજરાતના 45 ટકાના હિસ્સા સામે અન્ય રાજ્યો હિસ્સો ઓછો છે. આમ બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતે સૌથી વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડાવી છે. 

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાંથી ગઈ કાલ રાત સુધીમાં જે 209 ટ્રેનો દોડાવવામાં આવી તે પૈકી યુપી માટે 147, બિહાર માટે 23, ઓડિશા માટે 21, મધ્ય પ્રદેશ માટે 11, ઝારખંડ માટે 6 અને છત્તીસગઢ માટે પણ એક ટ્રેન ગઈ કાલ રાત સુધીમાં રવાના કરાઈ છે. શહેરોની વાત કરીએ તો અમદાવાદથી અત્યાર સુધીમાં 50 ટ્રેન, સુરતથી 72 ટ્રેન, વડોદરાથી 16, રાજકોટથી 10, મોરબીથી 7, પાલનપુરથી 6, નડીયાદ અને જામનગરથી 5-5 ટ્રેન, આણંદ અને ગોધરાથી 4-4 ટ્રેન, ભાવનગર, જૂનાગઢ, નવસારી અને વાપીથી 3-3 ટ્રેન અને અન્ય જિલ્લાઓમાંથી 1 કે 2 ટ્રેનો અત્યાર સુધીમાં રવાના કરાઈ છે. 

તેમણે કહ્યું કે આ 209 ટ્રેનોના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 2 લાખ 56 હજાર જેટલા પરપ્રાંતીય શ્રમિકો મજૂરોને તેમના વતન મોકલવામાં આવ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે આજે દિવસ દરમિયાન કુલ 30 ટ્રેનો રવાના થશે. જે પૈકી અમદાવાદથી 9 ટ્રેન રવાના થશે જેમાથી 8 ટ્રેન યુપી માટે અને 1 ટ્રેન છત્તીસગઢ જવા માટે રવાના થશે. સુરતથી આજે કુલ 8 ટ્રેન રવાના કરાશે જેમાં 4 ટ્રેન યુપી માટે અને 2 ટ્રેન ઓડિશા, એક ટ્રેન ઝારખંડ અને એક ટ્રેન ઉત્તરાખંડ જવા માટે રવાના થશે. રાજકોટથી 3 ટ્રેન રવાના થશે જેમાંથી 2 ટ્રેન ઉત્તર પ્રદેશ અને એક એમપી માટે રવાના થશે. વડોદરા અને મહેસાણાથી પણ 2-2 ટ્રેન આજે રવાના થશે. આ ઉપરાંત અંકલેશ્વર, ગાંધીધામ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ પણ આજે એક-એક ટ્રેન રવાના થશે. 

વધુ વિગતો માટે જુઓ VIDEO 

ગઈ કાલ સુધીની 209 ટ્રેનો અને આજની આ 30 ટ્રેનો મળીને આજે મંધરાત સુધીમાં 249 ટ્રેનોના માધ્યમથી લગભગ 2.94 લાખ જેટલા લોકોને ગુજરાતથી તેમના વતન તેમના કુટુંબીજનોને મળવા માટેની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઈ છે. બીજી તારીખથી શરૂ કરાયેલા ઓપરેશન દ્વારા ટૂંકા ગાળામાં 3 લાખ જેટલા પરપ્રાંતીયોને ટ્રેનોના માધ્યમથી અન્ય રાજ્યોના રાજ્યસરકારો સાથે સંકલન અને પરામર્શ  જે તે જિલ્લા અથવા યુપી અને અન્ય રાજ્યોમાં ડીવિઝન સિસ્ટમ છે,મંડળની સિસ્ટમ છે તે મંડળ સાથે કોઓપરેટ કરવાનું, કોઓર્ડિનેટ  કરવાનું તેમાં એક અઠવાડિયાના ગાળામાં આ મોટી કામગીરી રાજ્ય સરકાર દ્વારા આયોજનબદ્ધ રીતે તબક્કાવાર કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news