અમરનાથ યાત્રામાં બીજા ગુજરાતીનું મોત, કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહે મૃતદેહ વતન લાવવા કરી મદદ
Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી મહિલાનું મૃત્યુ છે. ભાવનગરના સિદસર ગામના શિલ્પા ડાંખરાનું લોવર વેલી પાસે નિધન થયું
Trending Photos
Amarnath Yatra Update : અમરનાથ યાત્રામાં બે દિવસ પહેલા જ વડોદરાના યાત્રાળનુ મોત થયુ હતું. ત્યારે હવે ભાવનગરના યાત્રાળુના મોતના ખબર આવ્યા છે. ભાવનગરના સિદસર ગામના અમરનાથ યાત્રી શિલ્પાબેન નરેશભાઈ ડાંખરાનુ રસ્તામાં લોવર વેલી ખાતે મૃત્યુ થયાના દુઃખદ સમાચાર મળેલ છે . મેં શ્રાઇનબોર્ડ ના પદાધિકારીઓ તથા કેમ્પ ડાયરેક્ટર સાથે વાત કરી છે કે મૃતદેહ સત્વરે પરિવારને મળે તેવી વ્યવસ્થા કરે . તેઓએ ખાત્રી આપી છે કે મૃતદેહને એરલિફ્ટ કરી બેઇઝ કેમ્પ પર લાવી સત્વરે પોસ્ટમોર્ટમ કરી અને મૃતદેહ વતન પહોંચે તે માટે વ્યવસ્થા કરશે. અમરનાથ યાત્રીઓ માટે સરકાર જરૂરી સુવિધા અને આરોગ્ય સંભાળ વધારે તે જરૂરી છે.
કોંગ્રેસ અધ્યક્ષે મદદ માંગી
અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી મહિલાનું મૃત્યુ છે. ભાવનગરના સિદસર ગામના શિલ્પા ડાંખરાનું લોવર વેલી પાસે નિધન થયું છે. આ વિશે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે જાણકારી આપી છે. તેઓેએ કહ્યું કે, મૃતદેહ સત્વરે ગુજરાત લાવવામાં આવશે. શ્રાઈનબોર્ડના પદ્દાધિકારીઓ સાથે મેં વાત કરી છે. મૃતદેહને એરલિફ્ટ કરી સત્વરે વતન પહોંચાડાશે. અમરનાથ યાત્રામાં સરકાર સુવિધામાં વધારો કરે તે જરૂરી છે.
ભાવનગરના સિદસર ગામના અમરનાથ યાત્રી શિલ્પાબેન નરેશભાઈ ડાંખરાનુ રસ્તામાં લોવર વેલી ખાતે મૃત્યુ થયાના દુઃખદ સમાચાર મળેલ છે . મેં શ્રાઇનબોર્ડ ના પદાધિકારીઓ તથા કેમ્પ ડાયરેક્ટર સાથે વાત કરી છે કે મૃતદેહ સત્વરે પરિવારને મળે તેવી વ્યવસ્થા કરે . તેઓએ ખાત્રી આપી છે કે મૃતદેહને એરલિફ્ટ કરી… pic.twitter.com/zhqrN4xb4R
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 11, 2023
ગુજરાતીઓએ સરકાર પાસે મદદ માંગી
ઉલ્લેખનીય છે કે,ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે ભારતની પ્રસિદ્ધ અમરનાથ યાત્રા બીજીવાર બંધ કરવામાં આવી છે. જેને કારણે અનેક શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરવાના રસ્તે અટવાઈ પડ્યા છે. જેમાં અમરનાથની યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓ ફસાયા છે. બે દિવસ પહેલા ખબર હતા કે, 30 જેટલા ગુજરાતી યાત્રાળુઓ અમરનાથના પંચતરણીમાં ફસાયા છે. તેઓએ વીડિયો જાહેર કરીને ગુજરાત સરકાર પાસેથી મદદ માંગી હતી. ત્યારે આ વચ્ચે જ વડોદરાના 58 વર્ષીય વૃદ્ધ અમરનાથ યાત્રા દરમિયાન મોતને ભેટ્યા હતા.
વડોદરાના યાત્રાળનું મોત
વડોદરાના યાત્રાળુઓ અમરનાથ દર્શનાર્થે જતાં સમયે ફસાયા હતા. જેમાં અમરનાથ ગયેલા વેમાલીમાં રહેતા 58 વર્ષના વૃદ્ધ રાજેન્દ્રભાઈ ભાટિયાનું મોત થયું હતું. રાજેન્દ્રભાઈ ભાટિયાના મૃતદેહને પ્લેન મારફતે વડોદરા લાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. વડોદરાના 34 યાત્રીઓ પંચતરણીમાં ફસાયા હતા. માઈનસ 3 ડિગ્રી તાપમાનમાં કપડાં, ટેન્ટ, ગાદલાં ભીના થતાં તેમની હાલત કફોડી બની હતી. આવામાં હરણીના 15 યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. પરંતુ 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું નિધન થયુ હતું.
ગુજરાતના લગભગ 30 લોકો અમરનાથના પંચતરમા ફસાયા છે. આ કારણ તેઓને ગરમ કપડા માટે પણ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યાં છે. જેથી તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને અપીલ કરી છે. યાત્રાળુઓએ જણાવ્યું કે, અહીં 5 રૂપિયાની મેગીના 100 રૂપિયા અમારી પાસેથી વસૂલવામાં આવી રહ્યાં છે. યાત્રીઓએ કહ્યું, અમે રસ્તામાં અટવાયા છીએ, ઠંડી સહન થતી નથી, અમારું રેસ્કયુ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે