ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર: ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 ના દેશમાં બીજા કેસની વડોદરામાં પુષ્ટિ

India In Omicron second case: વડોદરામાં સાઉથ આફ્રિકામાંથી એક 29 વર્ષિય યુવક આવ્યો હતો. ત્યારબાદ યુવકના સેમ્પલને ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બંને વખતે રિપોર્ટમાં ઓમિક્રોન 5 પેટા પ્રકારની પુષ્ટિ થતા વડોદરા સહિત ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે.

ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર: ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 ના દેશમાં બીજા કેસની વડોદરામાં પુષ્ટિ

જ્યંતિ સોલંકી/વડોદરા: ફરી એકવાર રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 નો ગુજરાતમાં વિધિવત રીતે પગપેસરો થઈ ચૂક્ય છે. આ કેસ વડોદરામાં નોંધાયો છે. ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 ના દેશમાં બીજા કેસની વડોદરામાં પુષ્ટિ થતા ખળભળાટ મચ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાઉથ આફ્રિકાથી વડોદરા આવેલો યુવક કોરોના પોઝીટીવ નીકળ્યો હતો. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ શંકાસ્પદ જણાયો હતો, અને આખરે ઓમિક્રોનના પેટા પ્રકાર BA.5 ના દેશમાં બીજા કેસની વડોદરામાં પુષ્ટિ થઇ ચૂકી છે. કોરોનાનો ઓમિક્રોન વાયરસનો પેટા પ્રકાર 5 વિદેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પહેલો કેસ નોંધાતા ચિંતાજનક ગણી શકાય તેવા સમાચાર છે.

વડોદરામાં સાઉથ આફ્રિકામાંથી એક 29 વર્ષિય યુવક આવ્યો હતો. ત્યારબાદ યુવકના સેમ્પલને ગાંધીનગર ખાતે આવેલી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બંને વખતે રિપોર્ટમાં ઓમિક્રોન 5 પેટા પ્રકારની પુષ્ટિ થતા વડોદરા સહિત ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે. બીજી બાજુ યુવકના માતા પિતા સહિતનું મોનીટરીંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, યુવકના સંપર્કમાં આવેલા લોકોમાં હાલ કોરોનાના લક્ષણો જણાયા નથી.

નોંધનીય છે કે, ભારતીય સાર્સ-કોવ-2 જીનોમિક્સ કંસોર્ટિયમ એ રવિવારે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅંટના સબ વેરિઅંટ BA.4 અને BA.5ની પુષ્ટિ કરી છે. આ સબ વેરિઅંટનો પહેલો કેસ તમિલનાડુ-તેલંગાનામાં મળ્યો છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બંને ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅંટના સબ વેરિઅંટ છે. ઓમિક્રોનના BA.4 અને BA.5 બંને વેરિઅંટ દક્ષિણ આફ્રિકામાં કોવિડની પાંચમી લહેર સાથે જોડાયેલા છે. હાલમાં જ અમેરિકા અને યુરોપમાં પણ આના કેસ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news