Breaking News : ગોસાબારા ખાતે NIAનું જબરદસ્ત સર્ચ ઓપરેશન, જમીનમાં સોનાનો ભંડાર?

આ મામલામાં ATSની ટીમ પણ NIAની સાથે છે

Breaking News : ગોસાબારા ખાતે NIAનું જબરદસ્ત સર્ચ ઓપરેશન, જમીનમાં સોનાનો ભંડાર?

પોરબંદર : અહીંના કોસ્ટલ હાઈવે પર હાલ NIAના ધામા છે. અહીં ગોસાબારા ખાતે NIA દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. RDX લેન્ડિંગના સ્થાને સર્ચ હાથ ધરાયું છે અને JCB સહિતની આધુનિક મશીનરીથી ખોદકામ શરૂ કરાયું છે. 

આ મામલામાં ATSની ટીમ પણ NIAની સાથે છે. સમુદ્ર કિનારેથી વર્ષોથી સોનું જમીનમાં દાટેલ હોવાનું આઇબીનું અનુમાન છે. આજે સવારે શરૂ થયેલા સર્ચ ઓપરેશનવાળા વિસ્તારમાં સ્થાનિક પોલીસની એન્ટ્રી પર પણ પ્રતિબંધ છે અને સમગ્ર વિસ્તાર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય એવી સ્થિતિ છે. 

આ જગ્યા ખાતે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમુદ્ર કિનારા ખાતે વર્ષોથી સોનું જમીનમાં દાટેલ હોવાનું આઇબીએ અનુમાન વ્યક્ત કર્યું છે. હાલમાં એક જેસીબી દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે તેમજ સ્થાનિક પોલીસ અને મીડિયાને દૂર રખાયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news