RTE અંતર્ગત બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ, અગાઉ ધોરણ-1 અથવા 2 માં અભ્યાસ કર્યો હશે તો પ્રવેશ થશે રદ્દ

અમદાવાદમાં RTE અંતર્ગત 135 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રિજેક્ટ કરાયા છે. 25 મે સુધીમાં RTE અંતર્ગત પ્રવેશ માટે અરજી કરી ચૂકેલા, પ્રવેશથી વંચિત વાલીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે.

RTE અંતર્ગત બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ, અગાઉ ધોરણ-1 અથવા 2 માં અભ્યાસ કર્યો હશે તો પ્રવેશ થશે રદ્દ

અતુલ તિવારી, અમદાવાદઃ RTE અંતર્ગત ખાનગી શાળામાં ધોરણ 1માં પ્રવેશનો મામલે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ના મેળવી શકેલા અરજદારો શાળાની પૂનઃ પસંદગી કરી શકશે. 25 મે સુધીમાં અરજદારોએ પ્રવેશ માટે શાળાની પુનઃ પસંદગી કરવાની રહેશે. જે અરજદારો શાળાઓની પૂનઃ પસંદગી કરવા ના માગતા હોય તેઓ દ્વારા અગાઉ પસંદ કરાયેલી શાળાઓને માન્ય રાખી બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ કહ્યું કે, રાજ્યભરમાં RTE હેઠળ બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં પ્રથમ રાઉન્ડમાં 10,748 વિદ્યાર્થીઓને RTE અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેમાંથી 9,622 વિદ્યાર્થીઓએ શાળામાં જરૂરી દસ્તાવેજ સાથે પ્રવેશ નિશ્ચિત કરાવ્યો છે.

અમદાવાદમાં RTE અંતર્ગત 135 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રિજેક્ટ કરાયા છે. 25 મે સુધીમાં RTE અંતર્ગત પ્રવેશ માટે અરજી કરી ચૂકેલા, પ્રવેશથી વંચિત વાલીઓ શાળાની પુનઃ પસંદગી કરી શકશે. અરજદાર 6 કિમી વિસ્તારમાં આવેલી શાળાઓ, જ્યાં જગ્યાઓ ઉપલબ્ધ છે, તેવી શાળાઓની પસંદગી કરવાની રહેશે.

RTE અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં પ્રવેશનો મામલો:
ઉલ્લેખનીય  છેકે, અમદાવાદની ખાનગી શાળાઓના ધોરણ 1માં પ્રવેશ ફાળવવામાં આવેલા 135 જેટલા પ્રવેશ રિજેક્ટ કરાયા છે. અગાઉ ધોરણ 1માં અથવા 2માં અભ્યાસ કરી ચૂકેલા બાળકોના પ્રવેશ રદ્દ કરી દેવાયા છે. અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીએ કહ્યું કે, અમદાવાદની શાળાઓમાં પ્રથમ રાઉન્ડ બાદ 10,748 બાળકોને સ્કૂલ એલોટ થઈ હતી. 9622 બાળકોના પ્રવેશ નિશ્ચિત કરાવવામાં આવ્યા છે.

135 વિદ્યાર્થીઓના પ્રવેશ રિજેક્ટ થયા છે, આ એવા બાળકો હતા જેમના પ્રવેશ ફરી ધોરણ 1માં થઈ રહ્યા હતા. અગાઉ ધોરણ 1 અને 2માં અભ્યાસ સમયે આધાર ડાયસ નંબર જનરેટ થઈ ગયો હોવાથી આવા પ્રવેશ ઝડપી શકાયા છે. યુ ડાયસ પર ચેક કરતા ફરી ધોરણ 1માં પ્રવેશ લેવાયો હોવાનું માલુમ પડે એટલે પ્રવેશ રદ્દ કરવામાં આવ્યા છે. 25 તારીખ સુધીમાં અરજદારો શાળાની પુનઃ પસંદગી કરી શકશે. ત્યાર બાદ બીજો રાઉન્ડ થશે જાહેર. RTE ના નોટિફિકેશનમાં સૂચના 5માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, RTE અંતર્ગત અગાઉ ધોરણ 1 અથવા 2માં વિદ્યાર્થીએ અભ્યાસ ના કર્યો હોવો જોઈએ. અગાઉ અભ્યાસ કર્યો હશે તો પ્રવેશ રદ્દ થશે.

ઉલ્લેખનીય છે કે, ધોરણ 1માં અભ્યાસ કર્યો હોવા છતાં આ વર્ષે RTE માં પ્રવેશ મેળવનાર વાલીઓની DEO દ્વારા તમામ શાળા સંચાલકો પાસેથી મંગાવવામાં આવી છે માહિતી. જે વિદ્યાર્થીએ ધોરણ 1 અથવા ધોરણ 2માં અભ્યાસ કર્યો હોય તેવા બાળકોને ચાલુ વર્ષે RTE માં પ્રવેશ મળ્યો હોય તો રદ્દ કરવા જાણ કરાઈ છે. જો કોઈપણ વિદ્યાર્થીને RTE અંતર્ગત ફરી ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે તો શાળા વિરુદ્ધ કાર્યવાહીની DEO દ્વારા ચીમકી આપવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news