Dhirubhai Ambani Memorial House: મુકેશ અંબાણીનું 100 વર્ષ જુનું પૈતૃક ઘર છે ચર્ચામાં, જાણો શું તેનું કારણ
Dhirubhai Ambani Memorial House: એન્ટિલિયા તો સતત ચર્ચામાં રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અંબાણી પરિવારનું ગુજરાતમાં આવેલું 100 વર્ષ જૂનું ઘર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારનું આ પૈતૃક ઘર જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામમાં આવેલું છે.
Trending Photos
Dhirubhai Ambani Memorial House: એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે એન્ટિલિયામાં રહે છે. મુંબઈની આ 27 માળની ઇમારત વિશ્વભરમાં પ્રખ્યાત છે. કારણ કે એન્ટીલિયામાં દુનિયાની દરેક સુવિધા ઉપલબ્ધ છે. એન્ટિલિયા તો સતત ચર્ચામાં રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અંબાણી પરિવારનું ગુજરાતમાં આવેલું 100 વર્ષ જૂનું ઘર ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારનું આ પૈતૃક ઘર જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામમાં આવેલું છે.
આ પણ વાંચો:
આ ઘર 2002માં ખરીદવામાં આવ્યું હતું તે પહેલા 20 મી શતાબ્દીમાં અંબાણી દ્વારા આંશિક રીતે તેને ભાડા પર લેવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની શરૂઆત કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ આ ઘરમાં થયો હતો. 2011માં આ ઘરને એક સ્મારકમાં ફેરવી દેવામાં આવ્યું હતું.
જોકે આ ઘર હવે ચર્ચામાં એટલા માટે છે કે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. બે માળની આ હવેલીની મૂળ વાસ્તુકલા જાળવી રાખવા માટે ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંબાણી પરિવાર એ આ ઘરમાં જુનવાણી પિત્તળ તાંબાના વાસણ, લાકડાના ફર્નિચર, પરિવારની સાંસ્કૃતિક વિરાસત દર્શાવતી વસ્તુઓને પણ અહીં સાચવી રાખી છે.
અંબાણી પરિવારની આ સંપત્તિ 1.2 એકર જમીનમાં ફેલાયેલી છે. આ ઘર ચારે તરફથી હરિયાળીથી ઘેરાયેલું છે. અહીં ઉદ્યાન ક્ષેત્ર છે જેને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક ભાગ લોકો માટે, એક ભાગ અંગત પ્રાંગણ અને એક ભાગમાં નાળિયેરનો બગીચો ઉભો કરાયો છે
અંબાણી પરિવારના પૈતરરૂપ ઘરની ચર્ચા એટલા માટે થઈ છે કે ચારથી પાંચ કરોડના ખર્ચે આ ઘરનો રેનોવેશન કરવામાં આવ્યું છે. અહીં એક થિયેટર પણ છે જેમાં ધીરુભાઈ ના જીવન પર એક ફિલ્મ બતાવવામાં આવે છે. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ નો ઉદ્ઘાટન 2011 માં અંબાણી પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઘરનો એક ભાગ જનતા માટે પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેની મુલાકાત મંગળવારથી રવિવાર સુધીમાં સવારે 9:30 થી સાંજે પાંચ કલાક સુધીમાં લોકો લઈ શકે છે. આ ઘરમાં એન્ટ્રી માટે બે રૂપિયા ફી રાખવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે