Sarabhai Vs Sarabhai 2 ની 'જાસ્મિન' નું રોડ અકસ્માતમાં મોત, ટર્ન લેતી વખતે કાર પડી ખીણમાં

Actress Vaibhavi Upadhyaya: વૈભવી ઉપાધ્યાય તેના મંગેતર સાથે હિમાચલ ગઈ હતી જ્યાં તેની કાર ટર્ન લેતી વખતે ખાડીમાં પડી ગઈ. જેના કારણે અભિનેત્રીનું મોત થયું અને તેમની સાથે કારમાં સવાર તેમના મંગેતરની હાલત ગંભીર છે. 

Sarabhai Vs Sarabhai 2 ની 'જાસ્મિન' નું રોડ અકસ્માતમાં મોત, ટર્ન લેતી વખતે કાર પડી ખીણમાં

Actress Vaibhavi Upadhyaya: ટીવીના પ્રખ્યાત કોમેડી શો સારાભાઈ વર્સીસ સારાભાઈ 2 માં પાત્ર ભજવતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થયું છે. 32 વર્ષીય વૈભવી ઉપાધ્યાયની કારની હિમાચલ પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. તેમનો પરિવાર ચંદીગઢમાં રહે છે જેવો તેના મૃતદેહને મુંબઈ લાવશે. વૈભવી ઉપાધ્યાયના અંતિમ સંસ્કાર મુંબઈમાં આજે થશે. ટીવી ઇન્ડસ્ટ્રી માટે હાલ સમય ખરાબ ચાલી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા જ યુવા એક્ટર આદિત્ય સિંહ રાજપુત નું શંકાસ્પદ હાલતમાં મોત થયું અને ત્યારબાદ વૈભવી ઉપાધ્યાયને કાર અકસ્માત નડ્યો જેમાં તેનું પણ મોત થયું. 

આ પણ વાંચો:

વૈભવી ઉપાધ્યાયના નિધનના સમાચારથી ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવીના નિધનના સમાચારની પુષ્ટિ તેની સાથે કામ કરી ચૂકેલા પ્રોડ્યુસર એક્ટર જેડી મજીઠીયા એ કરી હતી. જેડી મજીઠીયા જણાવ્યું હતું કે વૈભવી ઉપાધ્યાયની કાર ટર્ન લેતી વખતે ખાડીમાં પડી ગઈ. જેના કારણે અભિનેત્રીનું મોત થયું જ્યારે તેમની સાથે કારમાં સવાર તેમના મંગેતરની હાલત ગંભીર છે. 

મહત્વનું છે કે વૈભવી ઉપાધ્યાય એ પણ પોતાના ઈંસ્ટાગ્રામ પર જે છેલ્લી પોસ્ટ કરી હતી તેમાં તેણે હિમાચલ પ્રદેશના સુંદર લોકેશન નું એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નદી, પર્વત અને બુદ્ધિષ્ટ મોનેસ્ટ્રી જોઈ શકાય છે. 

 

મહત્વનું છે કે વૈભવી ઉપાધ્યાય ટીવી શો સારાભાઈ વર્સીસ સારાભાઈ 2 ઉપરાંત ક્યા કસુર હે અમલા કા, પ્લીઝ ફાઈન્ડ એટેચડ વેબ સીરીઝ અને ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. વૈભવી ગુજરાતી થિયેટર સર્કિટમાં પણ જાણીતું નામ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news