મોતનો નથી જળવાતો મલાજો! એક સાથે કોલ્ડ સ્ટોરેજમાં 2-2 લાશો, તંત્રમાં માનવતા મરી પરવારી

સયાજી હોસ્પિટલ, આ હોસ્પિટલને વડોદરા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે. એટલું જ નહીં, વારે તહેવારો હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ હોવાનો તંત્ર દાવો કરતું રહેતું હોય છે. પરંતુ તંત્રના આ દાવો કેટલો સાચો છે. એ વસ્તુ તમે આ બે દ્રશ્યો પરથી સમજી જશો.

મોતનો નથી જળવાતો મલાજો! એક સાથે કોલ્ડ સ્ટોરેજમાં 2-2 લાશો, તંત્રમાં માનવતા મરી પરવારી

ઝી બ્યુરો/વડોદરા: વડોદરાની સૌથી મોટી જો કોઈ હોસ્પિટલ હોય તો તે સયાજી હોસ્પિટલ છે. પરંતુ આ હોસ્પિટલમાં લોકોનાં મોતનો મલાજો જળવાતો નથી. કેમ કે હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગનું કોલ્ડ સ્ટોરેજ જ હવે મૃતપાય સ્થિતિમાં પહોંચી ગયુ છે. છતાં પણ સરકાર કે હોસ્પિટલ તંત્રને કોઈ ચિંતા નથી. ત્યારે સયાજી હોસ્પિટલમાં કેમ રઝળી પડ્યા લોકોના મૃતદેહ? સયાજી હોસ્પિટલ, આ હોસ્પિટલને વડોદરા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ કહેવામાં આવે છે. એટલું જ નહીં, વારે તહેવારો હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ હોવાનો તંત્ર દાવો કરતું રહેતું હોય છે. પરંતુ તંત્રના આ દાવો કેટલો સાચો છે. એ વસ્તુ તમે આ બે દ્રશ્યો પરથી સમજી જશો.

તમે જે બે દ્રશ્યો જોઈ રહ્યા છો. તે સયાજી હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ વિભાગમાં આવતાં કોલ્ડ સ્ટોરેજના છે. જેમાં એક દ્રશ્ય 11 માર્ચના છે અને બીજા દ્રશ્ય 24 મે એટલે કે હાલ ગુરુવારના જ છે. આ બે દ્રશ્યો અમે એટલા માટે બતાવી રહ્યા છીએ, કેમ કે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ લોકોના મોત બાદ પણ તેમને મલાજો જાળવી શકી નથી. જીહાં, સયાજી હોસ્પિટલમાં ફરી તંત્રની બેદરકારીના કારણે મોત બાદ પણ લોકોના મૃતદેહ રઝળી પડ્યાં હતા. 

સયાજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજના યુનિટ ફરી બગડતાં આવી સ્થિતિ સર્જાઈ. જેમાં હોસ્પિટલ તંત્ર દ્વારા કોલ્ડ સ્ટોરેજના 1 યુનિટમાં એકસાથે 2-2 મૃતદેહો રાખવાની ફરજ પડી છે. એટલું જ નહીં ગુરુવારે વધુ મૃતદેહો આવતા બાકીના મૃતદેહોને આખી રાતમાં બહાર જ રાખવા પડ્યા હતા. એટલે કે સયાજી હોસ્પિટલ ફરી લોકોના મોતનો મલાજો જાળવવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. 

વડોદરા હોસ્પિટલમાં વારંવાર બનતી આ ઘટના ખરેખર ચોંકાવનારી છે, આઘાત પમાડે એવી છે. પરંતુ સાચી છે. વડોદરાની સયાજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 6 યુનિટ છે. જેમાં દરેક યુનિટમાં 6 ડેડ બોડી રાખી શકાય છે. એટલે કે કોલ્ડ સ્ટોરેજની મહત્તમ ક્ષમતા એકસાથે 36 ડેડ બોડી રાખવાની છે. પરંતુ પોસ્ટ મોર્ટમ વિભાગના કોલ્ડ સ્ટોરેજમાં એકસાથે 3 યુનિટ ખરાબ થઈ ગયા. જેના કારણે મેનેજમેન્ટ ખોરવાઈ ગયુ. તેમાં પણ ગુરુવારે વધુ મૃતદેહ આવી જતાં મૃતકોના ડેડ બોડી બહાર રાખવાની ફરજ પડી હતી. તો અમુક ડેડબોડીઓને ગૌત્રી હોસ્પિટલ ખસેડવી પડી હતી.

સયાજી હોસ્પિટલમાં આવી સ્થિતિ પહેલીવાર નથી બની, કેમ કે આ પહેલાં પણ બે-ત્રણ વખત કોલ્ડ સ્ટોરેજના યુનિટ ખરાબ થયા છે, જેમાં 2-2 નહીં પરંતુ એક યુનિટમાં 4-4 મૃતદેહ રાખવા પડ્યાં હતા. અગાઉ પણ તંત્રએ રિપેરિંગ કરીને કોલ્ડ સ્ટોરેજ ચાલુ કર્યાં હતા. અને હવે પણ આજ રીતે રિપેરિંગ કરાવવાનો દાવો થયો છે. ત્યારે 10 વર્ષથી પણ જૂના થઈ ગયેલા કોલ્ડ સ્ટોરજના યુનિટ સરકાર ક્યારે બદલાવશે, એનો જવાબ તો સયાજી હોસ્પિટલના સત્તાધિશો પાસે પણ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news