કેતન ઇનામદારનાં સમર્થનમાં નગરપાલિકાનાં 21 ધારાસભ્યોની પણ રાજીનામાની ચિમકી

 સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે. 
કેતન ઇનામદારનાં સમર્થનમાં નગરપાલિકાનાં 21 ધારાસભ્યોની પણ રાજીનામાની ચિમકી

રવિ અગ્રવાલ/વડોદરા : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે. 

બીજી તરફ સાવલિનગર પાલિકાનાં તમામ સભ્યો રાજીનામાની ચિમકી ઉચ્ચારી છે. સાવલી નગરપાલિકાનાં તમામ 21 સભ્યોએ સરકાર દ્વારા થઇ રહેલા અન્યાયની વિરુદ્ધ અને કેતનભાઇનાં સમર્થનમાં રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. નગરપાલિકા પ્રમુખ કેતન શેઠ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સામાન્ય સભામાં તમામ સભ્યો પોતાનાં રાજીનામાં આપશે. આ ઉપરાંત ભાજપનાં મોવડી મંડળને પણ આ અંગે જાણ કરવામાં આવશે. સાવલી ભાજપમાં ખુબ જ મોટો ભડકો થયો છે. ત્યારે ભાજપ ધારાસભા અને નગરપાલિકા બંન્ને ગુમાવે તેવી શક્યતા છે. 

ભાજપનાં યુવા મોર્ચાનાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ કેતન ઇનામદારનાં સમર્થનમાં ઉતરી આવ્યા છે. તો બીજી તરફ ભાજપનાં હોદ્દેદારો અવઢવમાં મુકાયા છે. એક રીતે તેઓ કેતન ઇનામદારનું સમર્થન કરે છે. ઉપરાંત કેતન ઇનામદાર દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવામાં આવ્યું નથી. માત્ર એમએલએ તરીકે જ રાજીનામું આપ્યું છે. જો કે તેમણે સાવલીની જનતા ઇચ્છે તો અપક્ષ ધારાસભ્ય તરીકે લડશે તેમ કહીને વચગાળાની ચૂંટણીની આડકતરી ધમકી ભાજપ વિરુદ્ધ ઉચ્ચારી છે. ત્યારે હવે ભાજપ માટે ડેમેડ કંટ્રોલ કરવું ખુબ જ જરૂરી બન્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news