સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ધીમે ધારે શરૂ થયો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઓછુ થવાની સાથે રાજ્યમાં ચોમાસુનું આગમન થઇ ગયું હોય તેવુ દેખાઇ રહ્યું છે. અમરેલી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. અહીં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. તો સાંજના સમયે અમદાવાદ અને રાજકોટમાં તથા આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ધીમે ધારે શરૂ થયો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમદાવાદ: ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ઓછુ થવાની સાથે રાજ્યમાં ચોમાસુનું આગમન થઇ ગયું હોય તેવુ દેખાઇ રહ્યું છે. અમરેલી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી. અહીં કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. તો સાંજના સમયે અમદાવાદ અને રાજકોટમાં તથા આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.

અમરેલીમાં બપોર બાદ ધારી અને તેની આજુબાજુના ગામડાઓમાં વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. વાયુ વાવાઝોડા દરમિયાન પડેલા ધોધમાર વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી લીધી હતી જેથી શનિવારે પડેલા વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વરસાદી ઝાપટાથી પાકને ઘણો ફાયદો થશે.

તો ઉત્તર ગુજરાતમાં દાહોદ અને સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. પાલનપુરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. ઠંડા પવન સાથે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વિજયનગર અને દાંતામાં પણ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સતત ગરમીના ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news