વૈજ્ઞાનિકોને કચ્છમાં હાથ લાગ્યું પૃથ્વી પરનું દુર્લભ તત્વ! કેન્સરના દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ

ગાઈડ સંસ્થાના ડાયરેક્ટર ડો.વી.વિજયકુમારે જણાવ્યું હતું કે, કચ્છમાં વર્ષ 2017થી મશરૂમની ખેતી શરૂ થઈ છે ત્યારે આ કચ્છી મશરૂમમાં ખુબ જ દુર્લભ એવું એસ્ટેટાઈન પદાર્થ વૈજ્ઞાનિકોને મળી આવ્યું છે જે કેન્સરના સારવારમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.

વૈજ્ઞાનિકોને કચ્છમાં હાથ લાગ્યું પૃથ્વી પરનું દુર્લભ તત્વ! કેન્સરના દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કેન્સર જેવી ગંભીર બીમારીમાં ઉપયોગમાં લેવાતી થેરાપીની આડઅસરો દૂર કરી શકે છે તેવા રાસાયણિક તત્ત્વને ગાઇડ અને કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કચ્છમાંથી શોધી કાઢવામાં આવ્યું છે અને ભવિષ્યમાં કેન્સરની આડઅસર વિનાની સારવારમાં કચ્છની આ શોધ ખૂબ ઉપયોગી નીવડી શકે છે.

ગાઈડ સંસ્થાના ડાયરેક્ટર ડો.વી.વિજયકુમારે જણાવ્યું હતું કે, કચ્છમાં વર્ષ 2017થી મશરૂમની ખેતી શરૂ થઈ છે ત્યારે આ કચ્છી મશરૂમમાં ખુબ જ દુર્લભ એવું એસ્ટેટાઈન પદાર્થ વૈજ્ઞાનિકોને મળી આવ્યું છે જે કેન્સરના સારવારમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા મશરૂમમાં ગુણકારી પદાર્થ શોધવા માટેના સંશોધનમાં કચ્છ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને એસ્ટેટાઈન નામનું ખૂબ જ દુર્લભ રેડીયોએક્ટિવ પદાર્થ મળી આવ્યું હતું. કેન્સરના સારવાર માટે રેડીયેશન થેરેપીમાં આ એસ્ટેટાઈન એક મહત્વનું ભાગ ભજવી શકે છે.

પૃથ્વી પરના દુર્લભ તત્ત્વોમાં જેની ગણના થાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીમાં ઉપયોગમાં લેવાતી થેરાપીની આડઅસરો દૂર કરી શકે છે તેવા રાસાયણિક તત્ત્વને વૈજ્ઞાનિકોએ કચ્છમાંથી શોધી કાઢ્યું છે.વૈજ્ઞાનિકોએ એવી જગ્યા અને પદાર્થ શોધી કાઢ્યો છે કે જેમાંથી નિર્માણ પામતા કચ્છના મશરૂમમાંથી એસ્ટેટીન અલગ પાડી શકાય. આ તત્ત્વના ઉપયોગથી અત્યારે અમેરિકા જેવા દેશોમાં કેન્સરની સારવાર થઇ રહી છે અને ત્યાં અન્ય દેશોની જેમ સારવારમાં થતી આડઅસરો જેવી આડઅસર થતી નથી.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા 2017માં કચ્છના સૂકા વાતાવરણમાં મશરૂમની ખેતી શરૂ કરી એક નવી ક્રાંતિ સર્જી હતી. પિંક ઑયસ્ટર મશરૂમ બાદ ગાઈડ દ્વારા લેબમાં ઉગતા મેડીસીનલ મશરૂમની એક પ્રજાતિ કોર્ડીસેપ્સનું પણ સફળ વાવેતર કરવામાં આવ્યું હતું. આ મશરૂમમાં મળી આવતા ગુણકારી પદાર્થો જાણવા ગાઈડ દ્વારા પિંક ઑયસ્ટર મશરૂમ પર સંશોધન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે સંશોધન માટે જરૂરી સાધનોના અભાવના કારણે કચ્છ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને આ મશરૂમના સેમ્પલ આપવામાં આવ્યા હતા.

કચ્છ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને આ સેમ્પલમાં મોટી માત્રામાં સોડિયમ, કલોરાઇડ જેવા પદાર્થો સાથે 12 ટકા એસ્ટેટાઈન પણ મળી આવ્યું હતું. આ એસ્ટેટાઈન એક એવું દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ છે કે એક અંદાજ મુજબ સમગ્ર પૃથ્વી પર માત્ર 25 ગ્રામ એસ્ટેટાઈન હાજર છે. હાઇલી અનસ્ટેબલ ગણાતા આ પદાર્થની વયમર્યાદા મહત્તમ આઠ કલાક છે અને તે કારણે જ આજ સુધી તેના પર વધારે સંશોધન થઈ શક્યા નથી. કેન્સરની સારવાર માટે વપરાતી કીમોથેરેપીના સાઈડ ઇફેક્ટ્સના કારણે મેડિકલ સાયન્સ હવે રેડિયેશન થેરેપી તરફ વળી રહી છે જેમાં આ રેડિયોએક્ટિવ પદાર્થ ખૂબ ઉપયોગી નીવડી શકે છે.

કચ્છમાં ઉગાડેલા ખાદ્ય મશરૂમમાંથી એસ્ટેટીનને અલગ પાડવામાં સફળતા મળી છે. કેન્સરની સારવારમાં કીમો થેરાપી અને રેડિયો થેરાપીની પદ્ધતિ છે તેમાં વપરાતા કોબાલ્ટ તત્ત્વનો સખત વિકલ્પ એ એસ્ટેટાઈન છે. કોબાલ્ટના ઉપયોગથી સારવારમાં દર્દીના કેન્સર સેલની સાથે શરીરને ઉપયોગી તંદુરસ્ત સેલ પણ નાશ પામે છે. આથી દર્દીને નબળાઇ, વાળ ખરી જવા જેવા નુકસાન થાય છે. એસ્ટેટાઈનની કોઇ આડઅસર નથી. એ માત્ર કેન્સરના કોષને નષ્ટ કરે છે. જો કે એસ્ટેટીન એ પેદા કરવાના માત્ર આઠ કલાક સજીવ રહે છે, જ્યારે કોબાલ્ટ તત્ત્વ એ શરીરમાં ગયાના 1 વર્ષ સુધી સાઇડ ઇફેક્ટ કરી શકે છે. 

જો કે આ તત્ત્વ પૃથ્વી પર બહુ ઓછી જગ્યામાં અને અલ્પ માત્રામાં મળે છે. આ રેડિયો એક્ટિવ તત્ત્વ ટયૂમર તેમજ અન્ય કેન્સરની સારવાર માટે રેડિયો ઇમ્યુન થેરાપીની કાર્યક્ષમતામાં સુધારો કરશે, પરંતુ પુરવઠો મર્યાદિત છે. થોડી જ જગ્યામાં જ તેને બનાવી શકાય છે. જો મશરૂમમાંથી કાઢી શકાશે તો કેન્સર સારી સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે.આ દિશામાં વધુ સંશોધન કરવામાં આવશે આવા દુર્લભ પદાર્થના કૃત્રિમ ઉત્પાદન પાછળ કામ કરતા વૈજ્ઞાનિકોને પણ મોટી સફળતા મળી શકે છે.

ગાઇડના નામે જાણીતી ભુજ સ્થિત ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના ડાયરેક્ટર ડો. વી.વિજયકુમાર, કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિજય રામના માર્ગદર્શનમાં ગાઇડના વૈજ્ઞાનિકો ડો.જી.જયંતીબેન તથા ડો. કે.કાર્તિકેયન દ્વારા આ આ સંશોધન કરવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news