ગુજરાતના અચ્છે દિન ગયા... ઢાંકણીમાં ગણીને તેલ વાપરવું પડશે, સિંગતેલના ભાવમાં 2 દિવસમાં સીધો 100 રૂપિયાનો ઉછાળો

Groundnut Oil Prices Rise Again : સિંગતેલના ભાવમાં ભડકાથી મધ્યમવર્ગને વધુ એક ઝટકો..3 દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં 130થી 140 રૂપિયાનો વધારો..સિંગતેલના ડબ્બાના ભાવ 2780 રૂપિયાએ પહોંચ્યા..

ગુજરાતના અચ્છે દિન ગયા... ઢાંકણીમાં ગણીને તેલ વાપરવું પડશે, સિંગતેલના ભાવમાં 2 દિવસમાં સીધો 100 રૂપિયાનો ઉછાળો

Groundnut Oil prices Hike : 2023 ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું છે. આવામાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ભાવમાં 2 દિવસમાં 100 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. માર્કેટ યાર્ડમાં મગફળીની મોટી આવક, વેચવાલી છતાં સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાી રહ્યો છે. એટલુ જ નહિ, સાઈડ તેલ મનાતા કપાસના તેલમાં પણ 15 રૂપિયાનો વધારો કરાયો છે. 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2870 રૂપિયા પહોંચી ગયો છે. 
 
નાગરિકોના માથા પર બોજો
ગુજરાતમાં સીંગતેલના ભાવમાં ભડકો યથાવત છે. સતત બીજા દિવસે સીંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો કરાયો છે. માત્ર 2 દિવસમાં સીંગતેલમાં ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. આમ, છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં 130 થી 140 રૂપિયાનો વધારો નાગરિકોના માથા પર બોજો બનીને ત્રાટક્યો છે. સીંગતેલના ડબ્બાનો ભાગ 2820 થી વધીને 2870 સુધી પહોંચ્યો. છેલ્લા થોડા દિવસમાં ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો હોવાનું તજજ્ઞોનું કહેવું છે. 

કેમ વધે છે સિંગતેલના ભાવ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક છતાં સિંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખેડૂતોને રૂ. 1300 થી 1650 સુધીના ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે. દરરોજ 10 થી 12 હજાર ગુણી મગફળીની આવક બેડી માર્કેટ યાર્ડમાં થઈ રહી છે. જોકે સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 

માનીએ તો સીંગતેલનો ડબ્બો આવતા દિવસોમાં 3,000 ને પાર જઈ શકે છે. મધ્યમ વર્ગ એક તરફ દરેક મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. હવે સીંગતેલના ભાવમાં પણ સતત વધારો છે. પીલાણવાળી મગફળી ની ઓછી મળતના કારણે સતત ભાવ વધી રહ્યા છે. સતત સિંગતેલની ડિમાન્ડ વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવ પણ વધી રહ્યા છે ઓઇલ મીલ ની અંદર મગફળી પીલાણ માટે આવવી જોઈએ તે આવતી નથી તેને કારણે સીંગતેલના ભાવ વધી રહ્યા છે આગામી દિવસોમાં સિંગતેલનો 15 કિલો નો ડબ્બો 3000 ને પાર પહોંચે તેવી વેપારીઓ શક્યતા દર્શાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news