સોલા ભાગવત વિદ્યાપીઠમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલી

પુલવામામાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ સ્તબ્ધતા અને રોષ અનુભવી રહ્યો છે. દેશમાં ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે, તો સાથે જ શહીદોને શ્રધ્ધાંજલી પણ અપાઇ રહી છે.

સોલા ભાગવત વિદ્યાપીઠમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલી

અર્પણ કાયદાવાલા, અમદાવાદ: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં વિવિધ પ્રકારે વિરોધ અને શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠના રૂષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. સાથે જ શહીદ જવાનોના પરીવાર અને દેશવાસીઓને આ આઘાતમાંથી નિકળવાની અને દુશ્મનો સામે લડવાની તાકાલ મળે તે માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવી છે.

પુલવામામાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ સ્તબ્ધતા અને રોષ અનુભવી રહ્યો છે. દેશમાં ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે, તો સાથે જ શહીદોને શ્રધ્ધાંજલી પણ અપાઇ રહી છે. કષ્ટની આ ઘડીમાં શહીદ જવાનોના પરીવાર એને દેશના તમામ લોકોને એક તાકાત પ્રાપ્ત થાય અને સૌ કોઇ આ આઘાતમાંથી બહાર આવે તે માટે સોલા ભાવગવ વિધ્યાપીઠ ખાતે રૂષિકુમારો દ્વારા ખાસ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. ભારતીય શાસ્ત્રો મુજબ વૈદિક મંત્રોચ્ચાર કરી આ રૂષિકુમારોએ તમામ માટે પ્રાર્થના કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news