સાધ્વી ડૉ. પ્રાચી દીદીના પ્રહાર : ભારતના વિભાજન અને દુર્ગતિ માટે ખૂની પંજો જવાબદાર
Sadhvi Prachi Didi Controvesial Statement : નવસારીમાં સાધ્વી પ્રાચીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર... નામ લીધા વગર પંજાને ગણાવ્યો ખૂની પંજો.. સાધ્વી પ્રાચીએ કહ્યુ- ખૂની પંજાને કારણે દેશનું વિભાજન અને 70 વર્ષ સુધી દેશની દુર્ગતિ થઈ...
Trending Photos
Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીમાં શોર્ય યાત્રા બાદ આયોજિત કરાયેલી ધર્મ સભામાં સાધ્વી ડૉ.પ્રાચી દીદીએ વિવાદિત નિવેદન આપ્યું છે. સનાતનીની વાત સાથે સાધ્વીએ રાજનીતિની વાત પણ કરી. સાધ્વી ડૉ. પ્રાચી દીદીએ કોંગ્રેસનું નામ લીધા વિના પંજાને ખૂની પંજો ગણાવ્યો. તેમણે કોંગ્રેસનું નામ લીધા વગર પંજાના નિશાનને ખૂની પંજો કહ્યો. તેઓએ કહ્યું કે, ખૂની પંજાને કારણે દેશનું થયું વિભાજન. 70 વર્ષોમાં આ ખૂની પંજાએ દેશને દુર્ગતિના છેડે પહોંચાડ્યો.
દેશની અખંડિતતાને તોડવા માટે આતંકવાદ, લવ જેહાદ સહિત ધર્મને અભડાવવા સુધીના કૃત્યો થઈ રહ્યા છે, ત્યારે હિન્દુસ્તાનના વિભાજન અને દેશને દુર્ગતિના અંતિમ છેડે લઈ જવામાં ખૂની પંજાનો હાથ હોવાના ગંભીર આક્ષેપો નવસારીમાં શૌર્ય યાત્રાના સમાપન વેળા યોજાયેલી ધર્મસભામાં સાધ્વી ડૉ. પ્રાચી દીદીએ કર્યા હતા. સાથે જ તેમણે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પણ કર્યો હતો.
ભગવાન શ્રીરામના જન્મ સ્થળ માટે સેંકડો વર્ષોની લડત બાદ અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર તૈયાર થયુ છે. જાન્યુઆરી 2024 માં ભગવાન શ્રી રામ લલ્લા નવનિર્મિત મંદિરમાં બિરાજશે. એ પૂર્વે શ્રીરામ મંદિર માટે થયેલા સંઘર્ષ અને બલિદાનો આજની યુવા પેઢી જાણે તેમજ સનાતનીઓને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં શૌર્ય યાત્રા કાઢવામાં આવી છે. નવસારીમાં પણ બે દિવસ શૌર્ય યાત્રા જિલ્લાના મુખ્ય મથકોએ ફરી ગત રોજ નવસારી વિજલપોર શહેરમાં ફરી હતી. શૌર્ય યાત્રાને પ્રખર વક્તા અને સાધ્વી ડૉ. પ્રાચી દીદી અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી શાંતાદેવી રોડ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી હતી. જ્યાં તીખી વાણી માટે જાણીતા સાધ્વી ડૉ. પ્રાચી દીદી અને ડાંગના સાધ્વી યશોદા દીદીએ હિન્દુ ધર્મ, સંસ્કૃતિને તોડવા માટે થઈ રહેલા પ્રયાસો, લવ જેહાદ સાથે જ લેન્ડ જેહાદ, ફૂડ જેહાદ ફેલાવનારા જેહાદીઓની સામે ધર્મને બચાવવા માટે જરૂર પડ્યે હથિયાર ઉઠાવવા હાંકલ કરાઈ હતી.
નવસારીમાં સાધ્વી પ્રાચી દીદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, નામ લીધા વગર પંજાને ગણાવ્યો 'ખૂની પંજો'!#LoksabhaElections2024 #Gujarat #BJP #Congress pic.twitter.com/EkToj7ONw8
— Zee 24 Kalak (@Zee24Kalak) October 3, 2023
આ ધર્મ સભામાં સાધ્વી ડૉ. પ્રાચી દીદીએ કોંગ્રેસનું નામ લીધા વિના ખૂની પંજાને કારણે દેશનું વિભગાજન અને દુર્ગતિ થઈ હોવાના આક્ષેપો લગાવ્યા હતા. જેથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર સાથે પાંચમા સન્યાસી ભળીને મુઠ્ઠી બને, તો ભલભલા હારી જતા હોય છે. જ્યારે હાલમાં બનેલા INDIA ગઠબંધનને વર્ષો અગાઉ ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડીયા કંપની સાથે સરખાવ્યું હતું. આ સાથે જ તેમણે અનેક મુદ્દે ધર્મ પર થયેલા કઠુરાઘાત સામે આક્રોશ વ્યક્ત કરી જાગૃત થવા હાંકલ કરી હતી.
ધર્મસભામાં વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને યેનકેન પ્રકારે ફસાવી ચલાવતા લવ જેહાદ સાથે જ હિન્દુઓ ઉપર થતા હુમલાઓ મુદ્દે ડાંગના યશોદા દીદીએ આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે ગોધરા કાંડની આગને યાદ કરી હિન્દુ માર ખાય, પણ જ્યારે હિન્દુનો દીકરો જાગૃત થાય તો વિધર્મીઓના માથા ધડથી અલગ કરવાની તાકાત રાખે હોવાની વાત સાથે આ શૌર્ય યાત્રા યુવાનોને જાગૃત કરવા માટે જ છે હોવાની માહિતી આપી હતી.
નવસારીમાં યોજાયેલી ધર્મ સભામાં સનાતન ધર્મ ઉપર યેનકેન પ્રકારે થઈ રહેલા પ્રહારો સામે જાગૃત થઈ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવા માટેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે