સુરત: મકાનમાં આગ લગતા સ્થાનિકોમાં દોડધામ, શોટ સર્કીટ થયાનુ અનુમાન

સુરતના ભાઠેના વિસ્તારના એક મકાનમા આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમા દોડધામનો માહોલ છવાય ગયો હતો. આગ લાગતાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ગલીમાં ફાયરની ગાડી નહિ જઇ શકતા ફાયરની ગાડી રસ્તા પર જ ઉભી રાખવાનો વારો આવ્યો હતો. પાણીની પાઇપ લાઇન લંબાવીને આગ પર કાબુ મેળવવામા આવ્યો હતો.
 

સુરત: મકાનમાં આગ લગતા સ્થાનિકોમાં દોડધામ, શોટ સર્કીટ થયાનુ અનુમાન

ચેતન પટેલ/સુરત: સુરતના ભાઠેના વિસ્તારના એક મકાનમા આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમા દોડધામનો માહોલ છવાય ગયો હતો. આગ લાગતાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે ગલીમાં ફાયરની ગાડી નહિ જઇ શકતા ફાયરની ગાડી રસ્તા પર જ ઉભી રાખવાનો વારો આવ્યો હતો. પાણીની પાઇપ લાઇન લંબાવીને આગ પર કાબુ મેળવવામા આવ્યો હતો.

સુરતના ભાઠેના રઝાનગર વિસ્તારમા આજે બપોરના સમયે એક મકાનમા આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ મકાનમા રહેતા સભ્યો તથા સ્થાનિક લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. બીજી તરફ આગ લાગતાની સાથે જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે રઝા નગરની ગલીમા ફાયરની ગાડી જઇ શકે તેટલી જગ્યા ન હોવાના કારણે ફાયરની ટીમ અંદર ઘુસી શકી ન હતી. બીજી તરફ આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમા આખેઆખુ ઘર આવી ગયુ હતુ. 

આગ અન્ય મકાનમા નહિ લાગે તે માટે ફાયરની ટીમ દ્વારા પોતાની ગાડી રસ્તા પર જ ઉભી રાખી હતી અને ત્યાથી અન્યના ઘર મારફતે પાણીનો પાઇપ કાઢી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગના કારણે ઘરમા મુકેલો તમામ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કલાકોની જહેમદ બાદ ચાર ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવવામા ફાયરની ટીમને સફળતા મળી હતી. આગ પર કાબૂ મેળવતાની સાથે જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગના કારણે કોઇને પણ જાનહાનિ પહોંચી નથી. આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાની પ્રાથમિક અનુમાન ફાયરની ટીમ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news