યોગી સપા-બસપા- કોંગ્રેસ 'સબકા'માં છુપાયેલું છે વિનાશનું બીજ: યોગી

યોગી આદિત્યનાથે સોમવારે સપા-બસપા અને કોંગ્રેસ પર વ્યંગ કરતા કહ્યું કે સપા-બસપાએ કોંગ્રેસને ગઠબંધનમાં પણ સમાવેશ કરવા યોગ્ય નથી સમજ્યું

યોગી સપા-બસપા- કોંગ્રેસ 'સબકા'માં છુપાયેલું છે વિનાશનું બીજ: યોગી

લખનઉ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા) પર નિશાન સાધ્યું હતું. યોગીએ સપા અને બસપા કોંગ્રેસને સબકા ઉપનામ આપ્યું હતું. યોગી આદિત્યનાથે કહ્યું કે, અમારૂ સુત્ર સબકા સાથ સબકા વિકાસ સુત્ર છે જ્યારે તેમનું (સપા-બસપા- કોંગ્રેસ) સુત્ર સબકા સાથ સબકા વિનાશ સુત્ર છે. યોગી એટલે નહોતા અટક્યા. તેમણે કહ્યું કે, સબકા એટલે કે  સપા-બસપા- કોંગ્રેસ વિનાશકારી પાર્ટીઓ છે. 

યોગીએ વિધાનસભામાં ઉત્તરપ્રદેશના બજેટ અંગે પુર્વ ચર્ચામાં હસ્તક્ષેપ કરી રહેલા ત્રણેય વિરોધી દળો પર કટાક્ષ કર્યો કે, અમારો સબકા સાથ સબકા વિકાસનો છે. તમારો સબકા વિનાશનો છે. સબકા એટલે કે સપા-બસપા-કોંગ્રેસનું ઝેરી ગઠબંધન ઉત્તરપ્રદેશને બરબાદ કરશે. 

સંસ્કૃતી પર ગૌરવ અનુભવ્યા હોત તો કોંગ્રેસની આ સ્થિતી ન થઇ હોત
સીએમ યોગીએ કહ્યું કે, આ દેશનો દરેક નાગરિક પોતાની પરંપરાઓ પર ગૌરવની અનુભતી કરે છે. ભારતની સંસ્કૃતી પર ગૌરવની અનુભુતી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોત તો સંભવત કોંગ્રેસ કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં પોતાના લઘુત્તમ સ્તર પર નથી આવતી. આ સ્થિતી આવી છે તો એટલા માટે આવી છે કે કોંગ્રેસે દેશની પરંપરા અને સંસ્કૃતીનું અપમાન કર્યું. વોટ જોઇતા હોય ત્યારે જનોઇ દેખાડે છે.જાતી નહી ગોત્ર પણ કહેવા લાગ્યા છે. સપા અને બસપાએ આ કોંગ્રેસને પોતાના ગઠબંધનમાં સમાવેશ કરવા લાયક પણ નહોતુ સમજ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news