RTOનું ભારણ ઘટાડવા માટે હવે 9 થી 6 દરમિયાન થશે લાયસન્સની કામગીરી, શનિવારે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.  

RTOનું ભારણ ઘટાડવા માટે હવે 9 થી 6 દરમિયાન થશે લાયસન્સની કામગીરી, શનિવારે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ

મૌલિક ધામેચા, અમદાવાદ : રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.  લાયસન્સમાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા લાયસન્સની પ્રક્રિયા ઝડપી બનાવવા અને આરટીઓનું ભારણ ઘટાડવા માટે શનિવારે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ રખાશે. હવેથી RTOમાં લાયસન્સ માટેની કામગીરી સવારે 9 કલાક થી 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આરટીઓમાં સવારથી લાયસન્સ કે અન્ય કામીગીરીનું સતત ભારણ જોવા મળે છે. આ ઉપરાંત એજન્ટોની ભરમાળ પણ RTOમાં એટલી જ દેખાય છે. એપોઇન્ટમેન્ટ સાથે આવતા વાહન ચાલકોને પણ RTOની કામગીરી પૂરી કરતા દિવસ આખો વ્યય થતો હોવાનો અહેસાસ થાય છે. તેમ છતાં RTOની કામગીરી પેડીંગ રહેતી. જેને લઇ આરટીઓમાં ચાલતી લાલીયાવાડીને અટકાવવા માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.  જેમાં હવેથી ટેસ્ટ ટ્રેક પર સરકારી અધિકારીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે. 

જુઓ LIVE TV

બીજી તરફ વાહન વ્યવહાર કચેરી દ્વારા ચાર મહાનગરો અમદાવાદ ,વડોદરા, સુરત અને રાજકોટ જેવા મોટા શહેરોની RTO કચેરીમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ટ્રેક ટેસ્ટ લેશે. કાચા - પાકા લાઈસન્સ માટે લાંબા વેઈટિંગ લિસ્ટને કારણે નિયમોમાં ફેરફાર કરી કાર સહિત મોટા વાહનો માટે ઓછામાં ઓછા 200 સ્લોટ અને ટુ વ્હીલર માટે ઓછામાં ઓછા 300 સ્લોટ દરરોજ રાખવા આદેશ કરાયો છે. આ સાથે જ સરકારી અધિકારી કે કર્મચારી જ હવે ટેસ્ટ ટ્રેકની કામગીરી કરી શકશે અને સિક્યુરીટી ગાર્ડના જવાનો ટ્રેકમાં પ્રવેશ કરી શકશે નહીં.  જેનાથી એવું લાગી રહ્યું છે કે  RTO માં પડતી મુશ્કેલીથી શહેરીજનોને અંશતઃ રાહત હવે મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news