વખાણ કરો એટલા ઓછા છે આ કચ્છી મહિલાના, સ્મશાનમાં જઈને મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા

ગુજરાતમા કોરોના મહામારી સામે અનેક લોકો મદદે આગળ આવી રહ્યાં છે. અનેક લોકો સ્વંય સેવકો બન્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) ની મહિલા કાર્યકર્તાએ અનોખુ બીડુ ઉપાડ્યું છે. તેઓ હિન્દુ પરંપરા અનુસાર, મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે. આ માટે કચ્છભરમાં તેમના વખાણ થઈ રહ્યાં છે. 

વખાણ કરો એટલા ઓછા છે આ કચ્છી મહિલાના, સ્મશાનમાં જઈને મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમા કોરોના મહામારી સામે અનેક લોકો મદદે આગળ આવી રહ્યાં છે. અનેક લોકો સ્વંય સેવકો બન્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) ની મહિલા કાર્યકર્તાએ અનોખુ બીડુ ઉપાડ્યું છે. તેઓ હિન્દુ પરંપરા અનુસાર, મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે. આ માટે કચ્છભરમાં તેમના વખાણ થઈ રહ્યાં છે. 

RSS ની મહિલા કાર્યકર્તાઓએ કર્યા અંતિમ સંસ્કાર
કચ્છના સુખપરમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે આરએસએસની મહિલા કાર્યકર્તા હિના રામજી વેલાણી આગળ આવ્યા છે. અંતિમ સંસ્કાર કરતા સમયે તેઓ પીપીઈ કીટ પહેરે છે. તેમાં અન્ય કાર્યકર્તાઓએ પણ ભાગ લીધો હતો. 

હિન્દુ પરંપરાથી મૃતદેહોના અંતિમ સંસ્કાર
આરએસએસની મહિલા કાર્યકર્તા હિની રામજી વેલાણીએ હિન્દુ ધર્મ ગ્રંથોના શ્લોક અને મૃતક માટે અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી હતી. સાથે જ તેમની અંતિમ યાત્રામાં પણ ભાગ લીધો હતો. 

મૃતદેહોને પહેલા ભૂજના સ્મશાન ગૃહમાં લઈ જવાયા હતા, પરંતુ ત્યા અંતિમ સંસ્કાર માટે જગ્યા ન હતી. તેના બાદ મૃતદેહોને સુખપરના સ્મશાન ગૃહમાં લઈ જવાયા હતા. જ્યાં આરએસએસની મહિલા કાર્યકર્તાઓએ સનાતન હિન્દુ વૈદિક પરંપરાથી મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમ સંસ્કારમાં ધાર્મિક સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

જોકે, આ કામગીરી કરતા પહેલા હિના વેલાણીએ પોતાના પિતા પાસેથી તેની પરમિશન લીધી હતી. તેમણે પિતાને કહ્યું હતુ કે, મને આ કામ કરવા દો. પરંતુ હવે આ કામ કરવાથી તેમના ચારેતરફથી વખાણ થઈ રહ્યાં છે. 

કોરોનાને કારણે હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે, અનેકવાર મૃતકોના ઘરવાળા મૃતકોનો ચહેરો પણ જોઈ શક્તા નથી. આવી પરિસ્થિતિ વચ્ચે સુખપરમાં આરએસએસની મહિલા કાર્યકર્તા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહ્યાં છે. જેમાં રાષ્ટ્રસેવિકા સમિતિની બહેનો પણ સામેલ થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news