હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો વચ્ચે RSSની એન્ટ્રી; રામ માધવે સાધુ સંતો સાથે કરી મુલાકાત
Salangpur Hanuman Distortion : સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSSની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. RSSના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે.
Trending Photos
Salangpur Hanuman Distortion : સાળંગપુર વિવાદ મામલે સાધુ-સંતોનું સંમેલન યોજાયું છે. શિલ્પચિત્રોના વિવાદને કારણે સંતોએ આ સંમેલન બોલાવ્યું છે. આ સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSSની એન્ટ્રી થઈ છે. વિવાદનો અંત લાવવા આરએસએસએ દરમિયાનગીરી કરી છે. RSSના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે.
રામ માધવે સાળંગપુરની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાથે બેઠક કરી છે. તેઓએ 15થી 20 મિનિટ સુધી મંદીર પ્રશાસન સાથે મુલાકાત કરી હતી. તમને જણાવીએ કે રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલ RSS માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. રામ માધવ Rssના અખિલ ભારતીય કાર્યકારણીના સદસ્ય છે.
મહત્વનું છે કે, સનાતન ધર્મના તમામ સંતો એક નેજા હેઠળ બેઠક મળી છે, જેમાં સમગ્ર ગુજરાતના સંતો સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સંમેલનમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે. જેમાં 11 મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં અમરેલી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે.
મુખ્યત્વે આ સાધુ સંતો વિવિધ સ્થળેથી આજે બેઠકમાં હાજર રહ્યાં
મહામંડલેશ્વર મા વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જુનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપદાસ બાપુ, જ્યોતિનાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાશિક
શું છે સમગ્ર વિવાદ?
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે. વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ.
શિલ્પચિત્રોને કારણે હિન્દુ-સાધુ સંતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. સાધુ-સંતોના રોષમાં વિશ્વ હિન્દુ પરિષદે પણ સૂર પુરાવ્યો છે. સાધુ-સંતોએ પ્રતિમા નીચે રહેલા શિલ્પચિત્રો દૂર કરવા માંગ કરી છે. શિલ્પચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલનની સંતોએ ચીમકી આપી છે. જેમાં મોરારી બાપુ, હર્ષદ ભારતી બાપુ, મણિધર બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે. કથાકાર મોરારિબાપુએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, 'આ હીન ધર્મ છે.' તો શંકરાચાર્યએ કહ્યું કે, કોઇપણ સંપ્રદાય અન્ય સંપ્રદાયની નિંદા કરી પોતાની ઉન્નતિ ન કરી શકે. આ વિરોધમાં સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાયે શિલ્પચિત્રો દૂર કરવા જોઈએ. ભાજપના સાંસદે કહ્યું, 'મંદિરના પૂજારીને પૂજારી તરીકે રહેવાય, ભગવાન નહીં'.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે