રોહન ગુપ્તાને કયા કોંગ્રેસી નેતાનો હતો ડર, કોણ કરતું હતું અપમાન અને કોને ઉઠાવ્યા ચારિત્ર્ય પર સવાલ

2024ની ચૂંટણીમાં કોંગ્રેસની સૌથી માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસને છોડીને જઈ રહ્યા છે. કોંગ્રેસે જે જૂના કોંગ્રેસી અને ટીવી મીડિયાના જાણીતા ચહેરા રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી હતી. તેમણે હવે કોંગ્રેસ જ છોડી દીધી. પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને મોકલી દીધો.

રોહન ગુપ્તાને કયા કોંગ્રેસી નેતાનો હતો ડર, કોણ કરતું હતું અપમાન અને કોને ઉઠાવ્યા ચારિત્ર્ય પર સવાલ

Loksabha Election 2024: જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ એક પછી એક ધડાકા થઈ રહ્યા છે. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસની સૌથી માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસને છોડીને જઈ રહ્યા છે. ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદ અને પૂર્વ સાંસદ પછી હવે કોંગ્રેસના ઉમેદવારે જ કોંગ્રેસ છોડી દીધું. આખરે જેની આશંકા હતી તે જ થયું.

  • કોંગ્રેસમાં આ શું થવા બેઠું છે?
  • કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે નેતાઓ?
  • કેમ નેતાઓને નથી પસંદ કોંગ્રેસ?
  • સાંસદ, ધારાસભ્ય પછી ઉમેદવારે પણ છોડી કોંગ્રેસ 
  • અમદાવાદ પૂર્વના ઉમેદવારે કેમ છોડી કોંગ્રેસ?

કોંગ્રેસ સાવ ખાલી થવાની કગાર પર આવી ગઈ
દેશમાં જેનું એક સમયે શાસન હતું, પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી જેનો જય જયકાર થતો હતો. દેશમાં સૌથી વધારે સમય સુધી જેનું શાસન હતું તે કોંગ્રેસ પાર્ટીની આવી દશા કેમ થઈ છે? કોંગ્રેસમાં એવી તો શું ખોટ પડી રહી છે કે એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. પહેલા કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી, પછી પૂર્વ ધારાસભ્યો અને હવે તો કોંગ્રેસે 2024માં જેમને ઉમેદવાર બનાવ્યા હતા તેમણે જ કોંગ્રેસને રામ રામ કહી દીધા. આખરે કોંગ્રેસને એવું તો શું ગ્રહણ લાગ્યું છે કે કોંગ્રેસ સાવ ખાલી થવાની કગાર પર આવી ગઈ છે?

રોહન ગુપ્તાએ ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવ્યો
કોંગ્રેસે જે જૂના કોંગ્રેસી અને ટીવી મીડિયાના જાણીતા ચહેરા રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી હતી. તેમણે હવે કોંગ્રેસ જ છોડી દીધી. પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને મોકલી દીધો. રોહન ગુપ્તાએ પોતાના પત્રમાં કેટલાક સ્ફોટક ખુલાસા પણ કર્યા છે. તેમણે પત્રમાં ખુલાસો કર્યો કે, પક્ષના જ એક નેતા સતત અપમાન કરતા હતા. મારી પર સતત ચારિત્ર્યની આંગળી ઉઠાવવામાં આવતી હતી. કોંગ્રેસના જ નેતાઓ મને બદનામ કરી રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓના વર્તનથી મને રોષ છે. મારા સ્વમાનને ધ્યાને રાખી રાજીનામું આપું છે. લાંબો લચક પત્ર કોંગ્રેસ અધ્યક્ષને મોકલીને રોહન ગુપ્તાએ ગુજરાતની રાજનીતિમાં જાણે ખળભળાટ મચાવી દીધો છે. જો કે તેમને ટિકિટ મળી તેના છઠ્ઠા દિવસે જ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાના પિતાની તબીયત સારી ન હોવાથી ચૂંટણી નહીં લડવાનું કારણ આપ્યું હતું. 

અનેક નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી
રોહન ગુપ્તાના રાજીનામા પછી કોંગ્રેસના નેતાઓ રોહન ગુપ્તા સામે હાવી થઈ ગયા છે. કોંગ્રેસના નેતાઓ રોહન ગુપ્તા ભાજપમાં જોડાશે તેવી આગાહી કરવા લાગ્યા છે. એટલું જ નહીં એવા પણ આરોપ લગાવ્યા કે કોંગ્રેસે તેમને શું નથી આપ્યું?. તો આ સમગ્ર ઘટનાક્રમ પર ભાજપે કહ્યું કે, કોંગ્રેસમાં હાલ નિરાશાનો માહોલ છે. કોંગ્રેસમાં જે નેતાઓ જનતાનું કામ કરવા માટે આવ્યા હતા તેઓ કંઈ કામ કરી શક્તા નથી. તેથી જ કોંગ્રેસના અનેક નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે. 

રોહન ગુપ્તાનું રાજકીય કરિયર
રોહન ગુપ્તા જૂના કોંગ્રેસી હતા. તેમના પિતા પણ પીઢ કોંગ્રેસી આગેવાન હતા. તો રોહન ગુપ્તાને પણ કોંગ્રેસ પાર્ટીએ અનેક જવાબદારીઓ આપી હતી. ગુજરાત જ નહીં રોહન ગુપ્તાનું નામ દેશ લેવલે ચમકતું હતું. તેઓ ગુજરાતમાં ટીવી ચેનલોની સાથે રાષ્ટ્રીય ટીવી ચેનલો પર પણ કોંગ્રેસનો પક્ષ રાખતા તમે અનેક વખત જોયા હશે. 20 જૂન 2022માં રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તાનો ચાર્જ આપવામાં આવ્યો હતો. તો આ પહેલાં તેમને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લોફોર્મના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. રોહન ગુપ્તાએ પૂણેની ખાનગી કોલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 2012માં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને ત્યારપછી વિવિધ હોદ્દાઓ પર રહ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news