11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ, કાલ સુધીમાં ટાંકી ફુલ કરી નાખજો કારણ કે

પેટ્રોલ ડિઝલના ભઆવ ભડકે બળી રહ્યા છે જો કે, પેટ્રોલ પંપના માલિકો અને ડિલર્સને હજી પણ સંતોષ ન હોય તેવું લાગી રહ્યું છે. પોતાનું કમિશન વધારવા માટે હવે તેઓએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. પેટ્રોલિયમ અને ડીલર એસોસિએશન દ્વારા કમિશન વધારવામાં નહી આવે તો ખરીદી બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે વિવિધ વિરોધાત્મક કાર્યક્રમોની પણ જાહેરાત કરી છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતના પેટ્રોલ પંપના માલિકો દ્વારા આ હડતાળનું સમર્થન કર્યું છે. 
11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ, કાલ સુધીમાં ટાંકી ફુલ કરી નાખજો કારણ કે

અમદાવાદ : પેટ્રોલ ડિઝલના ભઆવ ભડકે બળી રહ્યા છે જો કે, પેટ્રોલ પંપના માલિકો અને ડિલર્સને હજી પણ સંતોષ ન હોય તેવું લાગી રહ્યું છે. પોતાનું કમિશન વધારવા માટે હવે તેઓએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. પેટ્રોલિયમ અને ડીલર એસોસિએશન દ્વારા કમિશન વધારવામાં નહી આવે તો ખરીદી બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે. આ અંગે વિવિધ વિરોધાત્મક કાર્યક્રમોની પણ જાહેરાત કરી છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતના પેટ્રોલ પંપના માલિકો દ્વારા આ હડતાળનું સમર્થન કર્યું છે. 

પેટ્રોલિયમ અને ડીલર એસોસિએશનની કમિશન વધારાને લઈને ખરીદી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 12 ઓગસ્ટથી પેટ્રોલ ડીઝલની ખરીદી બંધ કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત 12 ઓગસ્ટના દિવસે CNG નું એક કલાક વેચાણ પણ બંધ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી પેટ્રોલ પમ્પ માલિકોનું કમિશન ન વધ્યું હોવાનો દાવો એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે અનેકવાર રજુઆતો કરી હોવા છતા પણ પેટ્લોક કંપનીઓ સાંભળી નહી રહી હોવાનું જણાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છેકે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થયેલા અસહ્ય વધારાને કારણે પહેલાથી જ સામાન્ય જનતા પરેશાન છે. પેટ્રોલ અને ડિઝલ 100 રૂપિયાની આસપાસ ફરી રહ્યા છે. તેવામાં હવે પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા કમિશન વધારવાની માંગ કરાઇ રહી છે. જે જોતા ગ્રાહકોને હજી પણ ભાવ વધારો સહેવાનો સમય આવી શકે છે. કારણ કે જે પણ વધારો થાય છે તે આખરે તો ગ્રાહક પર જ આવતો હોય છે. તેવામાં હવે શું થાય છે તે જોવું રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news