સુરત કમિશનરની મોટી જાહેરાત, બદલાઈ જશે શહેરનો ચહેરો

આ અંદાજિત 4000 કરોડનો પ્રોજેક્ટ હોવાથી મદદ માટે વર્લ્ડ બેંક સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ જોઈ વર્લ્ડ બેંકની ટીમ પ્રભાવિત થઈ અને 1509 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઈ છે.

સુરત કમિશનરની મોટી જાહેરાત, બદલાઈ જશે શહેરનો ચહેરો

ચેતન પટેલ, સુરત : સૂર્યપુત્રી તાપી નદી કિનારે એક શાનદાર પ્રોજેક્ટ આકાર લેશે. હવે અહીં શાનદાર રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. આ માટે વર્લ્ડ બેંકે પણ 1500 કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી છે. શાનદાર રિવરફ્રન્ટ બનાવવા માટે હવે કેન્દ્રની મંજૂરી મેળવીને કામગીરી શરૂ કરાશે.

સુરત શહેર માટે મહત્વકાંક્ષી ગણાતા રૂપિયા 3904 કરોડના તાપી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક 1500 કરોડ રૂપિયા આપવા સહમત થઈ છે .આગામી દિવસમાં આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની મંજૂરી લઇ આગળ વધવામાં આવશે તેવું મ્યુ.કમિશનરે જણાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સિંગણપોરથી ઓએનજીસી અને સિંગર પૂરથી કઠોર 33 કીલોમીટર તાપી નદીના બંને કાંઠે અને નવસાધ્ય કરી રિવરફ્રન્ટનો વિકાસ કરવાનું  આયોજન છે. 

આ આયોજન પ્રમાણે ફેઝ વન માં સૂચિત રૂઢ ભાઠા બરાજથી લઈ સિંગણપોર સુધીના 10 કિલોમીટરમાં અને ફેઝ બેમાં સિંગણપોરથી કઠોર સુધી ૨૩ કિલોમીટરમાં એમ બે ફેઝ માં કામગીરી થશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની જેમ તાપી નદી ફ્રન્ટ પ્રોજેક્ટ સાકાર કરાશે. આ માટે તાજેતરમાં પ્રોજેક્ટ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર એસપીવીની રચના કરવામાં આવી હતી. આ અંદાજિત 4000 કરોડનો પ્રોજેક્ટ હોવાથી મદદ માટે વર્લ્ડ બેંક સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ જોઈ વર્લ્ડ બેંકની ટીમ પ્રભાવિત થઈ અને 1509 કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news