હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો
Toll Tax Price Hike : અમદાવાદથી મુંબઈ જવાના હાઈવે પર વચ્ચે આવતા ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરમાં વધારો કરાયો છે... રવિવારે મધરાતથી ભાવ વધારાનો અમલ લાગુ કરાયો
Trending Photos
Ahmedabad To Mumbai : ગુજરાતથી પસાર થતા નેશનલ હાઇવે પર મુસાફરી મોંઘી બની છે. કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. કરજણ ટોલ પ્લાઝા પર 67 ટકા જેટલો વધારો ઝીંકાયો છે. જેનો બોજો વાહન ચાલકો પર પડશે. રવિવારે મધરાતે 12 વાગ્યાથી આ ભાવ વધારો અમલમાં મૂકાયો છે. જેની અસર અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને પડશે. હવે તેમની મુસાફરી મોંઘી બનશે.
ટોલદરમાં વધારાના કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોએ હવે ભરથાણા ટોલનાકા પર વધુ ટોલ ચૂકવવાનો રહેશે. કારના અગાઉ 105 રૂપિયા વસૂલાતા હતા, હવે ભાવ વધારા સાથે રૂ 155 ની વસુલાત કરવામાં આવશે. ભરથાણા ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો માટે પાસની વ્યવસ્થા કરાઈ છે. મહિને 340 રૂપિયા ચૂકવી પાસ કઢાવવાનો રહેશે.
હવેથી આટલા રૂપિયા વધારાના ચૂકવવા પડશે
ભરથાણા ટોલનાકા પર પહેલા કાર, જીપ અને વાનના 105 રૂપિયા લેવામાં આવતા. તેની જગ્યાએ હવે આ વાહનના ચાલકોએ 155 ચૂકવવા પડશે. રિટર્ન ટોલ 230 રૂપિયા થશે
LCV વાહનના ચાલકો પાસેથી અત્યાર સુધી 180 રૂપિયા વસૂલાતા હતા. તેની જગ્યાએ હવે 245 ચૂકવવાના રહેશે.
માસિક પાસના 5085 ચૂકવવાના રહેશે. રિટર્ન ટોલ 370 થશે અને માસિક પાસના 8215 રૂપિયા થશે.
બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઈડના 360 રૂપિયા વસૂલાતા, તેની જગ્યાએ હવે વધીને 515 ચૂકવવા પડશે.
રિટર્ન લેવામાં આવે તો 775 ચૂકવવાના રહેશે. જ્યારે માસિક પાસના 17,210 ચૂકવવાના રહેશે.
આમ, જો તમે અમદાવાદથી મુંબઈ જવા નીકળો છો, તો તમને હવે વધારે રૂપિયા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. ગુજરાતમાં અનેક રસ્તાઓને પહોળા કરવાની તથા, સિક્સ લેન બનાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. જેથી વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે