રિવાબા તમારું લોહી ઉકળતું નથી, તમે ચૂપ કેમ છો? એક ક્ષત્રિયાણી મહિલાએ કર્યા સળગતા સવાલો

Rivaba Jadeja : પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચો રિવાબાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ, આ સળગતા મુદ્દે રિવાબા જાડેજા કેમ ચૂપ છે તેવો એક ક્ષત્રિયાણી મહિલાએ સવાલ ઉઠાવ્યો છે

રિવાબા તમારું લોહી ઉકળતું નથી, તમે ચૂપ કેમ છો? એક ક્ષત્રિયાણી મહિલાએ કર્યા સળગતા સવાલો

Parshottam Rupala Controversy: હાલ ગુજરાતભરના ક્ષત્રિયો દ્વારા રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાનો વિવાદ થઈ રહ્યો છે. રૂપાલાને હટાવવાની માંગ સાથે ગુજરાતના ગામેગામના રાજપૂતો બહાર આવીને વિરોધ કરી રહ્યાં છે. ક્ષત્રિયાણીઓ પણ માથે ઘુંઘટો તાણીને વિરોધમાં ઉતરી આવી છે. ત્યારે માત્ર એક ક્ષત્રિયાણી ચૂપ છે. સમગ્ર વિવાદમાં જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાની ચૂપકીદી પર હાલ સવાલો થઈ રહ્યાં છે. રિવાબાની ચૂપકીદી વિશે હાલ સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં રિવાબા ક્ષત્રિય થઈને કેમ ચૂપ છે તેવા સવાલો કરવામાં આવ્યા છે.

ઓડિયોમાં એક મહિલાએ રિવાબાને સવાલો
જય માતાજી, આ એક સંદેશ રિવાબા માટે છે. કે જે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની છે અને પોતે જામનગર વિધાનાસભાના ધારાસભ્ય છે. બેન તમને કહેવાનુ છે તમે જે ગામડે ગામડે ફરીને મહિલા સશક્તિકરણના મોરચા કાઢ્યા હતા, તમે જે મહિલાઓને જાગૃત કરવા નીકળ્યા હતા, એ મહિલાઓ હાલ બધી જાગૃત થઈ ગઈ છે. અને તમને સવાલ પૂછે છે કે તમે અત્યારે ક્યા ખોવાઈ ગયા છો. જે હાલ આપણા સમાજનું મોટું આંદોલન ચાલી રહ્યું છે તો તમે ક્યા છો. તમે સ્ટેડિયમમાં જઈને માથે પાલવ કાઢીને તમારા પતિદેવને પગે લાગ્યા હતા ત્યારે આખા સમાજે તેને નોંધી લીધઈ હતી અન ગૌરવ કર્યુ હતું. તો અત્યાર તમે ક્ષત્રિયાની દીકીર ઓછ, તો તમારું લોહી ઉકળતુ નથી. અત્યાર સુધી તમે તમારી પાર્ટીના થઈને બેઠા છો. તમે પાર્ટીના ભલે થાવો, પાર્ટી છોડી દેવાનું તમને કોઈ કહેતુ નથી. પણ શું સમાજને ભૂલી જવાનું. તમારા સમાજની સાથે છો તેવું આટલા દિવસમાં ક્યારેય મીડિયાની સામે આવીને બોલ્યા નથી. એકવાર પણ નહિ. સમાજને થઈને, અને સમાજ માટે આપણે ઉજળ્યા છીએ, ન કે પાર્ટીના લીધે. પાર્ટી તો આજે છે ને કાલે નથી. પાર્ટીને તમારા કરતા સારો ઉમેદવાર મળી જશે તો રાતોરાત તમને બિસ્તરા પોટલા બાંધીને હાલતા કરી દેશે. પણ જો તમે એકવખત સમાજમાંથી નીકળી ગયા તો સમાજ તમને ક્યારેય માફ નહિ કરે. સમાજમાં તમે કોઈની સામે આંખથી આંખ મેળવીને વાત નહિ કરી શકો. તમે જે ત્યારે મહિલા સશક્તિકરણની વાતો કરવા નીકળતા, તો તે જ મહિલા જાગૃત થઈને તમને સવાલ કરશે કે બેન તે દી તમે ક્યા ગયા હતા. હાલ સમાજની દરેક બહેન-દીકરી જાગૃત થઈને આંદોલન કરી રહ્યા છે, રાતદિવસ મહેનત કરી છે. તમે હોદ્દા પર બેસ્યો છો તો તમે જે હોદ્દા પર બેસ્યા છો તો તમારું તો સેવાયોગદાન આપો.   

આમ, હાલ સમગ્ર ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. પરંતું રિવાબા જાડેજાની ચૂપકીદી પર આંગળી ઉઠી છે. રિવાબા સમગ્ર મુદ્દામાં મૌન છે, એક હરફ પણ ઉચ્ચારી નથી રહ્યા. તેમજ જાહેરમાં આવવાનું પણ ટાળી રહ્યાં છે. ત્યારે ક્ષત્રિય મહિલાની ઓડિયો ક્લીપ ભારે ચર્ચા જગાવી રહી છે. જોકે, ઝી 24 કલાક આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news