ગુજરાતની સ્કૂલો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં કરે છે ગોટાળા? સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે...

સરકારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ તથા પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવી છે પણ એમાં પણ મોટાપાયે કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ છે. આ છબરડાને લગતી પીટીશનની સુપ્રિમમાં અંતિમ સુનાવણી થઈ હતી. 

ગુજરાતની સ્કૂલો રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં કરે છે ગોટાળા? સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે...

હિતેન વિઠલાણી, નવી દિલ્હી : સરકારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ તથા પછાત વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા ગોઠવી છે પણ એમાં પણ મોટાપાયે કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ છે. આ છબરડાને લગતી પીટીશનની સુપ્રિમમાં અંતિમ સુનાવણી થઈ હતી. 

આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આક્ષેપોની તપાસ કરવા માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનું ગઠન કર્યું છે. આ કમિટીમાં તપાસ થશે કે ગુજરાતની સ્કૂલોમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે કે નહીં. આ કમિટીની પેનલ ત્રણ મહિનાની અંદર પોતાનો રિપોર્ટ જાહેર કરશે.

આર.ટી.ઇ. એક્ટ 2009ની કલમ 12(1)(સી) પ્રમાણે દેશની દરેક ખાનગી શાળાઓએ પોતાની ધોરણ-1ની કુલ બેઠકોની ઓછામાં ઓછી 25% બેઠકો ઉપર આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને દર વર્ષે મફત પ્રવેશ આપવાનો હોય છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા વેબ પોર્ટલના માધ્યમથી ઓનલાઇન પ્રવેશની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જોકે 2017-18ના એકેડમિક વર્ષના પ્રવેશની કાર્યવાહીમાં કેટલીય ગેરરીતિ ચાલી રહી હોવાનું ધ્યાને આવતા ગરીબ બાળકોના અધિકાર માટે લડતા એડવોકેટ સંદીપ મુંજ્યાસરા દ્વારા પાર્ટી ઇન પર્સન તરીકે સૌપ્રથમ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news