આંતરરાષ્ટ્રીય ઈ-ટિકિટિંગ રેકેટનો પર્દાફાશ, પાક, બાંગ્લાદેશ, દુબઈ સાથે જોડાયેલા છે તાર, ટેરર ફન્ડિંગની શંકા

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મંગળવારે એક એવા ઇ-ટિકિટિંગ રેકેટનો ખુલાસો કર્યો, જેના તાર દુબઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. આરપીએફના ડીજી અરૂણ કુમારે જણાવ્યું કે, તેની પાછળ રેરર ફન્ડિંગની શંકા છે. રેકેટનો મુખ્યા દુબઈમાં છે.

 આંતરરાષ્ટ્રીય ઈ-ટિકિટિંગ રેકેટનો પર્દાફાશ, પાક, બાંગ્લાદેશ, દુબઈ સાથે જોડાયેલા છે તાર, ટેરર ફન્ડિંગની શંકા

નવી દિલ્હીઃ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મંગળવારે એક એવા ઇ-ટિકિટિંગ રેકેટનો ખુલાસો કર્યો, જેના તાર દુબઈ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. આરપીએફના ડીજી અરૂણ કુમારે જણાવ્યું કે, તેની પાછળ રેરર ફન્ડિંગની શંકા છે. રેકેટનો મુખિયા દુબઈમાં છે. તપાસ દરમિયાન ચોંકવનારા ખુલાસા થયા છે. આ મામલામાં ધરપકડ કરાયેલા એક વ્યક્તિના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 2400 બ્રાન્ચમાં ખાતા મળ્યા છે. 

ટેરર ફન્ડિંગ અને મની લોન્ડ્રિંગની શંકા
હાલના વર્ષોમાં ટિકિટોના ગેરકાયદેસર વેપાર પર સૌથી મોટી કાર્યવાહીમાં આરપીએફે ઝારખંડના એક વ્યક્તિની ધરપકડ કરી છે. શંકા છે કે તે ટેરર ધિરાણમાં સામેલ હતો. ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ ગુલામ મુસ્તફા છે અને તેની ભુવનેશ્વરથી ધરપકડ કરવામાં આવી છે. મુસ્તદા મદરસેમાં ભણેલો છે પરંતુ પોતે સોફ્ટવેર ડેવલોપિંગ શીખ્યું છે. 

આરોપીની પાસે  IRCTCના 563 આઈડી, 3000 બેન્ક ખાતા
ગુલામ મુસ્તફાની પાસે આઈઆરસીટીસીના 563 પર્સનલ આઈડી મળ્યા છે. આ સિવાય શંકા છે કે એસબીઆઈના 2400 અને પ્રાદેશિક ગ્રામિણ બેન્કોની 600 શાખામાં તેના બેન્ક એકાઉન્ટ છે. 

— ANI (@ANI) January 21, 2020

આરોપીને NIA, ED, આઈબી કરી ચુકી છે પૂછપરછ
આરપીએફના ડીજી અરૂણ કુમારે જણાવ્યું કે, ઈ-ટિકટિંગ રેકેટના સિલસિલામાં ધરપકડ કરાયેલા ગુલામ મુસ્તફાની છેલ્લા 10 દિવસોમાં એનઆઈએ, ઈડી, આઈબી, એનઆઈએ અને કર્ણાટક પોલીસ પૂછપરછ કરી ચુકી છે. રેકેટના તાર મની લોન્ડિંગ અને ટરર ફન્ડિંગ સાથે જોડાવાની શંકા છે. 

રેકેટનો માસ્ટરમાઇન્ડ બોમ્બ બ્લાસ્ટમાં પણ રહ્યો હતો સામેલ
રેકેડનો માસ્ટરમાઇન્ડ સોફ્ટવેર ડેવલોપર હામિદ અશરફ 2019માં ગોન્ડાના સ્કુલમાં થયેા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતો. હાલ શંકા છે કે તે દુબઈમાં છે. આરપીએફના ડીજીએ જણાવ્યું કે, શંકા છે કે કાળા ધંધાથી હામિસ અશરફ દર મહિને 10થી 15 કરોડ રૂપિયા કમાઇ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news