નોકરી માટે બાયોડેટા તૈયાર રાખજો : ગુજરાતમાં આ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે, સરકારે મંજૂર કર્યાં 8 પ્રોજેક્ટ
job opportunity : ગુજરાતમાં 4 સહિત દેશમાં 53 પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા... જેના થકી 49 હજાર લોકોને રોજગારી મળશે... 68 હજાર ખેડૂતોને સીધો ફાયદો થશે
Trending Photos
Agriculture News : 2024 નું વર્ષ કૃષિ અને એગ્રીકલ્ચર ક્ષેત્રે આલાગ્રાન્ડ જવાનું છે. કારણ કે, 2024 માં કેન્દ્ર સરકારનું મુખ્ય ફોકસ એગ્રિકલ્ચર સેક્ટર રહેશે. કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા ઓપરેશન્સ ગ્રીન્સ અંતર્ગત સમગ્ર દેશમાં કુલ 53 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. જેમાંથી 8 પ્રોજેક્ટ ગુજરાતના છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં 8 ક્લસ્ટરના વિકાસ માટે 514 કરોડ ફાળવ્યા છે.
કુલ 53 પ્રોજેક્ટ મંજૂર કરાયા, 8 ગુજરાતના
બાગાયત પાકોમાં ખેડૂતોને નુકસાન રોકવા માટે સંસદમાં ઓપરેશન ગ્રીન્સ પ્રોજેક્ટ લાવવામા આવ્યો હતો. જે અંતર્ગત મંત્રાલય દ્વારા કુલ 53 પ્રોજેક્ટ મંજૂર કરાયા છે. કેન્દ્ર સરકારે કુલ 2457 કરોડના પ્રોજેટ્લની લીલી ઝંડી આપી છે. ેજમાંથી 514 કરોડના 8 પ્રોજેક્ટ ગુજરાતના છે. આ જાહેરાત થકી 49 હજાર લોકોને રોજગારી મળશે. તો 68 હજાર ખેડૂતોને સીધો ફાયદો થશે.
ગુજરાત માટે મંજૂર કરાયા પ્રોજેક્ટ
- કેળા - 50 કરોડ
- ડુંગળી - 159.07 કરોડ
- બટાકા - 286.86 કરોડ
- ટામેટા - 18.50 કરોડ
આ પાકના ક્લસ્ટર બનાવાયા
ગુજરાતમાં ટામેટા માટે સાબરકાંઠા, આણંદ અને ખેડા જિલ્લાનું ક્લસ્ટર બનાવાયું છે. જેમાં વાર્ષિક 13.57 લાખ મેટ્રિક ટન ટામેટાનું ઉત્પાદન થાય છે. એ જ રીતે ડુંગળી માટે ભાવનગર અને અમરેલીના ક્લસ્ટરમાં 5.46 લાખ, બટાકા માટે બનાસકાંઠા અને સાબરકાંઠાના ક્લસ્ટરમાં 38.7 લાખ, કેળા માટે સુરત, નર્મદા ભરૂચ અને આણંદ ક્લસ્ટરમાં 40 10 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે