રાજકોટના લાંચિયા ઓફિસર અનિલ મારૂ કેસમાં મોટો ઘટસ્ફોટ; ધો.12 પાસ બન્યો ક્લાસ વન અધિકારી

રાજકોટમાં લાંચિયા ઈન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ મારુ કેસમાં નવો ધડાકો. ધોરણ 12 પાસ અનિલ મારુ ભ્રષ્ટ નેતાઓની મહેરબાનીથી ક્લાસ 1 અધિકારી  બન્યો હતો. ખોટા દસ્તાવેજોના આધારે લીધી નોકરી.

રાજકોટના લાંચિયા ઓફિસર અનિલ મારૂ કેસમાં મોટો ઘટસ્ફોટ; ધો.12 પાસ બન્યો ક્લાસ વન અધિકારી

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના લાંચિયા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. લાંચિયા અનિલ મારુંની ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે. જી હા ભરતી સમયે લાંચિયા અનિલ મારુંની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષની હોવાનું ખૂલ્યું છે. 3 જૂન 2024એ ભુજ ઓડિટ વિભાગે લાંચિયાની ભરતી પ્રક્રિયા અને પ્રમોશન મુદ્દે તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો. 

જો કે વર્ષ 2015થી લાંચિયા અનિલ મારુંને કાયમી કરવામાં આવ્યા હતા અને ચાલુ વર્ષે જ આગકાંડ પછી અનિલ મારુંની રાજકોટ મનપા ખાતે બદલી કરવામાં આવી હતી. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે ધોરણ-12 પાસ અનિલ મારુંને ક્લાસ- 1 ઓફિસરનો હોદ્દો અપાયો. ભુજ પંથકના મોટા નેતાના ઈશારે અનિલ મારુંની ભરતી કરાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. અનિલ મારુંના ભાઈ-ભાભી પણ લાંચના કેસમાં ACBના હાથે ઝડપાઈ ચૂકયા છે.

રાજકોટના લાંચિયા ચીફ ફાયર ઓફિસર અનિલની ભરતી ગેરકાયદેસર રીતે થઇ હોવાનો ખુલાસો થયો છે. માત્ર 12 પાસ અનિલ મારૂ ક્લાસ 1 ઓફિસર બની ગયો હતો. ભરતી સમયે અનિલ મારૂની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષ હોવા છતાં ભરતી કરાઇ હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 2015થી અનિલ મારૂને કાયમી કરાયો હતો. ભુજ પંથકના મોટા માથાઓને ઇશારે ભરતી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અનિલ મારૂના ભાઇ-ભાભી પણ ACBના સંકજામાં આવી ચૂક્યા છે. રાજકોટ TRP અગ્નિકાંડ બાદ મારૂની રાજકોટમાં બદલી કરાઇ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news