કોરોનાની દવા મુદ્દે ધોરાજીના MLA આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં જ અટકાયત

જ્યાં સુધી ધોરાજી (Dhoraji) અને ઉપલેટા (Upleta) ની કોરોનાની દવા અને ઈન્જેકશનની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસની ચીમકી આપી હતી.

કોરોનાની દવા મુદ્દે ધોરાજીના MLA આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલાં જ અટકાયત

દિનેશ ચંદ્રવાડિયા, ધોરાજી:  રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજી - ઉપલેટા (Upleta) ના ધારાસભ્ય લલિત વસોયા (Latit Vasoya) આજે ધોરાજી (Dhoraji) ડેપ્યુટી કલેકટરની ઓફિસ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસે તે પહેલાજ ધોરાજી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા કે ધોરાજી- ઉપલેટા અને આસપાસના લોકોને સરકાર દ્વારા કોરોનાની દવાનો પૂરતો જથ્થો આપવામાં આવતો નથી. 

ધોરાજી (Dhoraji) સરકારી હોસ્પિટલમાં 1100 રેમડીસીવીર ઈન્જેકશન (Remdesivir Injection) ની જરૂરિયાત સામે માત્ર 66 જ ઈન્જેકશન આપવા આવે છે. જયારે અહીંની કોવિડ હોસ્પિટલ (Covid Hospital) માં કોરોનાના દર્દી માટે વેન્ટિલેટર અને ઓક્સીજનની પણ અછત છે. જેને લઈને વસોયા ગુસ્સે ભરાયા હતા અને સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા કે સરકાર ધોરાજી અને ઉપલેટા પ્રત્યે ઓરમાયું વર્તન કરે છે. 

જેથી તેઓ જ્યાં સુધી ધોરાજી (Dhoraji) અને ઉપલેટા (Upleta) ની કોરોનાની દવા અને ઈન્જેકશનની જરૂરિયાત પૂરી ન થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસની ચીમકી આપી હતી. આજે તેઓ ધોરાજી ડેપ્યુટી કલેકટરની ઓફિસ સામે ઉપવાસ ઉપર બેસે તે પહેલાં જ તેની અટકાયત કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news