રથયાત્રાની તૈયારીની આ તસવીર છે કોમી એકતાનું મોટું ઉદાહરણ!

જળયાત્રા નિર્વિઘ્ને સમ્પન્ન થયા બાદ ભગવાન હવે મામાના ઘરે એટલે કે સરસપુર મોસાળમાં પહોંચ્યા છે               

રથયાત્રાની તૈયારીની આ તસવીર છે કોમી એકતાનું મોટું ઉદાહરણ!

સંજય ટાંક/અમદાવાદ : જળયાત્રા નિર્વિઘ્ને સમ્પન્ન થયા બાદ ભગવાન હવે મામાના ઘરે એટલે કે સરસપુર મોસાળમાં પહોંચ્યા છે. હવે સરસપુર મોસાળમાં પણ રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ મંદિરના શણગાર માટે  મુસ્લિમ બિરાદર પણ જોડાતા રથયાત્રાની તૈયારીમાં કોમી એકતાના રંગ જોવા મળી રહ્યાં છે. 

સરસપુરના રણછોડજી મંદિરે દરવર્ષ કરતા આ વર્ષની રથયાત્રાની તૈયારી કંઈક જુદી જોવાઈ રહી છે કારણ કે આ તૈયારીમાં કોમી એકતાની સુવાસ પણ ભળી છે. મંદિરની બહાર વાંસની મંદિર જેવી જ માંડવી તૈયાર કરાઈ છે. આ સિવાય રથયાત્રાના રુટ પર વાંસનો ગેટ તૈયાર કરાયો છે. આ ગેટ કોલકાતાથી આવેલા જુએલ શેખએ તૈયાર કર્યો છે. જુએલનું માનવું છે કે ઈશ્વર અને અલ્લાહ એક છે અને રથયાત્રાની તૈયારીમાં તે જોડાયો તે તેનું સૌભાગ્ય છે.

જળયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ વેગ મળ્યો છે. રથયાત્રા માટે જગન્નાથજીના મંદિરમાં નહિ પરંતુ ભગવાનના મોસાળ સરસપુરના રણછોડજી મંદિરે પણ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ તૈયારીમાં મુસ્લિમ બિરાદરનો તૈયારીનો આ પરિશ્રમ કોમી એકતાની સુવાસ ફેલાવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news