સુરત અગ્નિકાંડ બાદ પણ રાજ્યની આ સ્કૂલોમાં હજુ પણ લાપરવાહી જુઓ રિયાલિટી ચેક

સુરતના ભટાર વિસ્તારમાં જ્ઞાનગંગા સ્કૂલ પાસે આવેલી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં આગ લાગી તે સમયે બાજુમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા.

સુરત અગ્નિકાંડ બાદ પણ રાજ્યની આ સ્કૂલોમાં હજુ પણ લાપરવાહી જુઓ રિયાલિટી ચેક

અમદાવાદ: સુરતના ભટાર વિસ્તારમાં જ્ઞાનગંગા સ્કૂલ પાસે આવેલી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફેક્ટરીમાં આગ લાગી તે સમયે બાજુમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. જો કે, સ્થાનિકો અને ફાયર ટીમ દ્વારા બાળકોને પહેલા માળથી ઉતારી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન કોઇ જાન હાની સર્જાઇ નહોતી. ત્યારે સુરતમાં આગની ફરી આવી ઘટના બાદ સમગ્ર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રકારે સ્કૂલ અને ક્લાસીસો ચાલી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે અંગે રિયાલિટી ચેક કરવામાં આવી હતી.

સુરતની ઘટના બાદ અમદાવાદની શાળાઓને લઇને Zee24Kalak દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી. વેજલપુરમાં આવેલી નીલકંઠ હાઇસ્કૂલ અને સાબર હેમ સ્કૂલ દ્વારા કાયદાની ઐસી કી તૈસી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં એક જ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં બે નામથી શાળા ચાલી રહી છે. આ કોમ્પ્લેક્ષમાં નીચે દુકાનો અને ઉપરના માળે શાળા ચાલી રહી છે. જેમાં શાળામાં પ્રવેશ કરવા માટે એક જ માર્ગ છે. વર્ગની બહાર સાંકડી લોબીમાંથી વિદ્યાર્થીઓને અવરજવર કરવી પડે છે. જો કે, શાળાના ધાબા પરથી થોડા સમય પહેલા શેડ દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ શાળાને અડીને જ મોબાઇલ ટાવર આવેલું છે. ત્યારે આ મોબાઇલ ટાવરના રેયઝ નાના બાળકો માટે ખતરનાક હોય છે.

તો બીજી તરફ નારણપુરામાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં સુમન વિદ્યાલય પણ ચાલી રહી છે. ત્યારે આ શાળામાં પ્રવેશવાનો એક જ માર્ગ છે. આ શાળાની સીડી પણ માત્ર 2 ફૂટની જ છે. જો કોઇ કારણસર અકસ્માત સર્જાય તો બાળકોને કેવી રીતે બચાવવા તે મોટો પશ્ન છે. આ ઉપરાંત શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે આવેલી ડી.એલ. રાવલ શાળાની છત પર હજુ પણ શેડ યથાવત છે. સાનિધ્ય શોપિંગ સેન્ટરમાં આ શાળા ચાલી રહી છે. તો શાળાને અડીને જ મોબાઇલ ટાવર આવેલું છે. મોબાઇલ ટાવરમાંથી નીકળતા રેયઝ બાળકો માટે નુકસાનકારક હોય છે. શાળાની બહારના ભાગે દરવાજાના બદલે શટર છે. અન્ય એક સીડીઝી પ્રવેશતા પહેલા માળે દુકાનો ચાલી રહી છે. ત્યારબાદ શાળાના વર્ગો ચાલે છે.

(શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે આવેલી ડી.એલ. રાવલ શાળા)

અમદાવાદના AEC ચાર રસ્તા નજીક આવેલી સૂરજ હિન્દી સ્કૂલ દ્વારા પણ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. શાળામાં પ્રવેશવાના બે માર્ગો છે પણ આ બંને માર્ગો એટલા સાંકડા છે કે અકસ્માતના સમયે ત્યાંથી ઉતરવું અશક્ય છે. તો શાળામાં હજુ પણ શેડ યથાવત છે. જો કે, શાળા પાસે ફાયરના સાધનો અને ફાયર NOC પણ નથી. વિદ્યાર્થીઓ શેડવાળા વર્ગોમાં અભ્યાસ કરી રહ્યાં છે. અમારી ટીમ ત્યાં પહોંચતા જ વિદ્યાર્થીઓને છોડી મુકાયા હતા. તો બીજી તરફ વલસાડના ધનપુરા રોડ પર આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં આર.વી સ્માર્ટ સ્કૂલ આવેલી છે. આ શાળાની એક તરફ લગ્નનો હોલ આવેલ છે. કોઇ મેદાન નથી. ફાયર સેફટીના સાધનો પણ છે.

જો રાજકોટની વાત કરીએ તો સુરત અંગ્નિકાંડ બાદ પણ રાજકોટ મનપા તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ગુરૂપ્રસાદ ચોકમાં આવેલા મનપાના શોપિંગ સેન્ટરમાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યાં છે. ત્યારે ટ્યૂશન ક્લાસીસથી 10 ફૂટના અંતરે બે મોટા સબસ્ટેશન આવેલા છે. ત્યારે એવા પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે કે, શું મનપા તંત્ર કોઇ દૂર્ઘટનાની રાહ જોઇ રહ્યું છે?, તો શોપિંગ સેન્ટરમાં ક્લાસીસની મંજૂરી કોણે આપી? ત્યારે વડોદરામાં પણ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં આ પ્રકારે શાળાઓ ચાલી રહી છે. સેફ્ટીની પરવા કર્યા વગર શાળા ચલાવવામાં આવી રહી છે. તો આગ જેવી આકસ્મિક ઘટનાઓમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવશે તેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

(Zee 24 Kalakનીટીમ ત્યાં પહોંચતા જ વિદ્યાર્થીઓને છોડી મુકાયા હતા)

સુરતની ઘટના બાદ અમદાવાદમાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યુ કે, શહેરના ઘણા વિસ્તારોમાં આજ પ્રકારે સ્કૂલો ચાલી રહી છે. અમદાવાદના જીવરાજ પાર્ક ખાતે આવેલી નીલકંઠ શાળા બંધ કરવાના અભિપ્રાય મામલે ગ્રામ્ય DEO રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, નીલકંઠ શાળામાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ક્ષતિઓ જાવા મળી આવતા સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી. જેમાં વિસંગતતા તપાસ દરમિયાન સામે આવી હતી. જો કે, ગ્રામ્ય DEO વધુમાં જણાવ્યું કે, શિક્ષણ વિભાગને શાળા બંધ કરવાનો અભિપ્રાય આપ્યો હતો.

(રાકેશ વ્યાસ, ગ્રામ્ય DEO)

શાળા બંધ કરવાનો અંતિમ નિર્ણય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. એક જ બિલ્ડિંગમાં બે શાળા અને શાળ પર મોબાઇલ ટાવર પણ આવેલું છે. શાળાની પરમિશન મામલે તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે. જો કોઇ શાળાની ત્રુટીઓ સામે આવે છે તો ત્યાં પગલા લેવમાં આવશે. હજુ પણ જે શાળામાં શેડ છે, ફાયર NOC નથી તેની તપાસ કરી પગલાં ભરવામાં આવશે. જે શાળાની આસપાર ગેસ તેમજ અન્ય કારખાના આવેલા છે તેની તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news