અમદાવાદમાં બહાર નિકળતા પહેલા આ ખાસ વાંચી લેજો, નહી તો હેરાન-હેરાન થઇ જશો

આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની 5 ચૂંટણીઓમાં 4માં ભાજપે મેળવેલી જીતના કારણે આ ઉત્સાહ બમણો થઇ ચુક્યો છે. જેના કારણે ભવ્ય કાર્યક્રમ વધારે ભવ્ય રીતે આયોજીત થશે. આ ભવ્ય આયોજનના પગલે તથા વડાપ્રધાન મોદીના રોડ શોને ધ્યાને રાખીને અમદાવાદના કેટલાક મહત્વના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટ, સરદાર પટેલ સ્ટેડિયમ અને GMDC ગ્રાઉન્ડની આસપાસના કેટલાક રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 

અમદાવાદમાં બહાર નિકળતા પહેલા આ ખાસ વાંચી લેજો, નહી તો હેરાન-હેરાન થઇ જશો

અમદાવાદ : આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની 5 ચૂંટણીઓમાં 4માં ભાજપે મેળવેલી જીતના કારણે આ ઉત્સાહ બમણો થઇ ચુક્યો છે. જેના કારણે ભવ્ય કાર્યક્રમ વધારે ભવ્ય રીતે આયોજીત થશે. આ ભવ્ય આયોજનના પગલે તથા વડાપ્રધાન મોદીના રોડ શોને ધ્યાને રાખીને અમદાવાદના કેટલાક મહત્વના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટ, સરદાર પટેલ સ્ટેડિયમ અને GMDC ગ્રાઉન્ડની આસપાસના કેટલાક રોડ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. 

જો કે આ તમામ રસ્તા જે બંધ કરવામાં આવ્યા છે તે અમદાવાદના હાર્દ સમાન વિસ્તારોમાં આવેલા છે. અમદાવાદનાં સૌથી વધારે ધમધમતા રસ્તાઓ પૈકીના એક છે. આ રસ્તાઓ બંધ થવાના કારણે અમદાવાદના મોટાભાગના નોકરિયાત વર્ગને આની અસર પડશે. તેથી કાલે નોકરીએ જતા પહેલા આ સમાચાર ખાસ વાંચી લેજો જેથી કયા રસ્તે નોકરીના સ્થળે પહોંચવું તેનો તમને અંદાજ મળે. પોલીસ કમિશ્નર દ્વારા બહાર પડાયેલા જાહેરનામાની કોપી પણ આ સાથે છે જેથી તમને ચોક્કસ અંદાજો મળે. 

અમદાવાદનાં આ રસ્તાઓ રહેશે બંધ...
- ડફનાળા ચાર રસ્તાથી એરપોર્ટ સર્કલ, એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ, નોબેલ ટી સુધીનો રસ્તો રહેશે બંધ
- સંજીવની હોસ્પિટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડલ ચાર રસ્તાથી હેલમેટ ચાર રસ્તા સુધીનો રસ્તો.
- વસ્ત્રાપુરથી હયાત હોટલ સુધીનો રસ્તો
- હિમાલયા મોલથી ત્યાંથી સંજીવની હોસ્પિટલથી શહીદ ચોકથી માનસી ચાર રસ્તા તથા સંજીવનીથી ગુરૂદ્વારા ચાર રસ્તા
- સરદાર પટેલ બાવલાથી સ્ટેડિયમ 6 રસ્તા તથા ઇન્કમટેક્ષ ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી સ્ટેડિયમ છ રસ્તા
- કોમર્સ સર્કલથી સ્ટેડિયમ છ રસ્તા સુધીનો માર્ગ
- વાડજ સ્મશાન ગૃહથી આંબેડેકર બ્રિજ નીચે સુધીનો સંપુર્ણ રિવરફ્રન્ટનો માર્ગ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news