સમગ્ર રાજ્યમાં રથયાત્રા શાંતિ અને સૌહાર્દપુર્ણ રીતે સંપન્ન, મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો
સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી. આ અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો. પોલીસ દળ અને વહીવટી તંત્રને અભિનંદન પણ પાઠવ્યા હતા. પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા દળો તથા તેના અધિકારીઓ અને તેની સાથે રહેલા તમામ સહાયક અને રથયાત્રામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનારા દરેકનો મુખ્યમંત્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Trending Photos
અમદાવાદ : સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થઇ હતી. આ અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો. પોલીસ દળ અને વહીવટી તંત્રને અભિનંદન પણ પાઠવ્યા હતા. પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીઓ, સુરક્ષા દળો તથા તેના અધિકારીઓ અને તેની સાથે રહેલા તમામ સહાયક અને રથયાત્રામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ આપનારા દરેકનો મુખ્યમંત્રી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમદાવાદ સહિત રાજ્યભરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉમંગ-ઉલ્લાસથી પૂર્ણ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સફળતા માટે પોલીસ દળ અને વહીવટીતંત્રના પરિશ્રમ-કર્તવ્યનિષ્ઠાને અભિનંદન.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 1, 2022
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪પમી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર રાજ્યભરમાં યોજાયેલ રથયાત્રાના પાવન પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવા તેમજ સાથ-સહકાર પ્રદાન કરવા બદલ સ્થાનિક પ્રજાજનોનો આભાર વ્યક્ત કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 1, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રથયાત્રા સમયે દર વખતે પ્રભુની પહિંદવિધિ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. જો કે આ વખતે ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ થતા તેઓ પહિંદવિધિ કરી શકશે કે કેમ તે અંગે સવાલો હતા. જો કે કાલે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ પહિંદવિધિ કરશે તે નક્કી થઇ ગયું હતું. જો કે સીએમનાં આગામી ત્રણ દિવસના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવાયા છે. તેઓ આગામી ત્રણ દિવસ સુધી સંપુર્ણ આરામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે