અમદાવાદ: આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળશે. વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. સવારે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો છે જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીએ પહિંદી વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેના બાદ જગતના નાથ નગરચર્યાંએ નીકળ્યાં છે.
- શાંતિ પૂર્ણં માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્ણ થઇ છે. અને ભગવાન જગન્નાથ તેના ભાઇ-બહેન સાથે નિજમંદિર પહોંચ્યા છે. મંદિરમાં જયરણછોડ...માખણચોરનો નાદ ગુંજ્યો હતો. મહત્વનું છે, કે ભગવાન આખી રાત રથમાંજ બિરાજમાન રહેશે અને સાવારે મંગળાઆરતી કર્યા બાદ ભગવાન મંદિરમાં બિરાજમાન થશે.
- ત્રણેય રથ ધીમે-ધીમે ભક્તીમય મહોલમાં નીજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ગજરાજાઓ નિજમંદિર પહોંચી ગયા છે.
- ભગવાન જગન્નાથના રથ કાલુપુર પહોંચ્યા જ્યાં લીમડી ચોક ખાતે મુસ્લિમ બિરદારો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને શાંતિના દૂત એવા સફેદ કબૂતરને ઉડાળીને શાંતિમય રીતે રથ નિજમંદિર પહોંચે તેવી પ્રાર્થનના કરી હતી. હવે ભગવાન જગન્નાથજીના રથ કાલુપુરથી શાહપુર જવા માટે રવાના થયા છે.
- ભગવના જગન્નાથનો રથ શહેર કોટડા વિસ્તારમાં પહોંચ્યા હતા. સરસપુરમાં વિદાય આપ્યા બાદ ભગવાન નિજ મંદિર તરફ રવાના થયા હતા. થોડીવારમાં ભગવાનના રથ કાલુપુર સર્કલ પાસે પહોંચશે. જ્યારે ગજરાજાઓ દિલ્હી દરવાજા પાસે પહોંચ્યા હતા. ખલાસીઓ દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે ભગવાન જગન્નાથના રથને ખેચીને નિજમંદિર તરફ આગળ ધપાવી રહ્યા છે.
- સરસપુરમાં મામેરા બાદ ભગવાનને વિદાય આપવામાં આવી. જય રણછોડ...માખણચોરના નાદ સાથે ગજારાજાઓ થોડી વારમાં પ્રેમદરવાજા પહોંચશે.
- ભગવાન જગન્નાથના રથ સરપુર પહોંચતાની સાથે જ ભક્તોએ ભાવથી ભગવાનનું સ્વાગત કર્યું હતું. ત્યારે સરસપુર પહોંચતાની સાથે જાણે વરૂણદેવે પણ અમી છાંટણા વરસાવીને ભગવાન જગન્નાથનું સ્વાગત કર્યું હતું.
બપોરે ભગવાનનો રથ સરસપુર પહોંચ્યો. સરસપુરવાસીઓએ ભારે ઉમળકાથી ભગવાનના રથનુ સ્વાગત કર્યું. બપોરે રથયાત્રાના રુટમાં આવતા અનેક વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા.
આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે. 20 વર્ષ અગાઉ તેમણે મામેરા માટે નામ નોંધાવ્યું હતું, અને આ વર્ષે તેમનું નામ આવ્યું છે. કાનજીભાઈ વાજતેગાજતે તેમનો પરિવાર ભગવાનનું મામેરુ લઈ આવ્યા હતા. આ પ્રંસગે તેમની આંખમાંથી આસુ આવી ગયા તેવું તેમણે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ઢોલ-નગારા સાથે ભગવાનના સજાવટની તમામ વસ્તુઓ કાનજીભાઈના ઘરેથી લાવવામાં આવી હતી. આ સમયે મામેરુ કરનાર પરિવાર તથા તેમના સંંબંધીઓમાં હરખ સમાતો ન હતો.
ભગવાનનું મામેરું તેમાં ભગવાનને હાર, વીંટી, અછોડો, પગની પાયલ, વીંછીંયા વગેરે ઘરેણા, તેમજ સુભદ્રાજી માટે સાડી, બુટ્ટી, વીંટી, ઝાંઝર સહિત પાર્વતી શણગારનો સમાવેશ થાય છે. આ મામેરા માટે ભગવાનનાં વાઘા ઘી કાંટામાં રહેતા યતીન પટેલ બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પીછવાઇ, પાથરણુ, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને 35 દિવસ થયા હતા. આશરે 50 હજારના વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવ્યાં છે.
જાણો શું છે રથયાત્રામાં 'મગ' અને 'જાંબુ'નો પ્રસાદ આપવા પાછળનું કારણ?
સરસપુરમાં ભગવાનના મોસાળમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સરસપુર પહોંચેલા ટેબ્લોમાં પરફોર્મ કરનારા લોકો માટે ખાસ જમણવાર આયોજિત કરાયો હતો. જેમાં મોહનથાળ, ફુલવડી, બુંદી, પુરી અને બટાકાનું શાક પીરસાયું હતું. આ પ્રસાદી લઈને લોકો ધન્ય થઈ ગયા હતા.
11.50 કલાકે ભગવાનના રથ રાયપુર પહોંચ્યા. તો બીજી બાજુ ગજરાજ ભગવાનના મોસાળ સરસપુરમાં પહોંચ્યા હતા. સરસપુરમાં જમાણવાર સાથે ખીચડાનો પ્રસાદ લોકો લઈ રહ્યાં છે. આ દિવસે ગિરનારી ખીચડી બનાવાવમાં આવે છે. જેમાં 17 પ્રકારના શાક નાંખીને ખીચડી બનાવવામાં આવે છે. આ જ ખીચડી પ્રસાદમાં ચઢાવાય છે. મહંત દિલીપદાસજી મહારાજ પણ સરસપુર પહોંચી ગયા છે. અહીં તેઓ રથ પહોંચતા પહેલાનું તમામ નિરીક્ષણ કરશે. ભગવાનના મોસાળ સરસપુરમાં હમણા તેમને તમામ વસ્ત્રો, અલંકાર ભેટ કરવામાં આવશે. ભગવાનના લાડ લડાવવામાં આવશે. ભગવાનને નિહાળવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સરસપુર પહોંચી ગયા છે. જેને પગલે સરસપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રથયાત્રામાં ભક્તોનો સતત ધસારો વધી રહ્યો છે. રથ ઢાળની પોળ પહોંચતા જ આ વિસ્તારમાં અમીછાંટણા થયા હતા, જેને પગલે જગન્નાથપ્રેમીઓમાં આનંદ ફેલાઈ ગયો હતો. લોકોએ તેને ભગવાનનો પ્રસાદ ગણાવ્યો હતો.
પાંચ કુવા ખાતે મુસ્લિમ બિરાદરોએ શાંતિ દૂતના પ્રતિક સમા કબૂતર ઉડાવ્યા. પાંચકુવાના મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાના અખાડાનું સ્વાગત કર્યું હતું. રથયાત્રા ના અખડા નું મુસ્લિમ. બિરાદરો એ સ્વાગત કર્યું
અમદાવાદ રથયાત્રા 2019 : મોસાળમાં મોહનનું મામેરુ કરનાર કાનજીભાઈના આંખમાંથી આંસુ આવી ગયા
લોકોએ અલગ અલગ પ્રકારના વેશભૂષા સાથે રથયાત્રામાં અનેરુ આકર્ષણ જમાવ્યું છે. રથયાત્રાના સમગ્ર રુટ પર રાધે રાધે, જય જગન્નાથના સૂત્રોચ્ચાર બોલાવાઈ રહ્યાં છે.
11.00 કલાકે રથ કોર્પોરેશનની ઓફિસથી આસ્ટોડિયા તરફ આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે ભગવાન દર્શન આપતા આગળ જઈ રહ્યાં છે. ભગવાનના ત્રણેય રથ એએમસીની બિલ્ડીંગથી આગળ નીકળી ચૂક્યા છે. રથ સાથે જોડાયેલી ભજન મંડળીમાં નાચગાન કરતા લોકો નજરે ચઢ્યા હતા. શરીર પર ધાર્મિક લખાણ સાથે અનેક લોકો રથયાત્રામાં જોડાયા છે. તો કેટલાક શરીર પર ટેટૂ ચિતરાવ્યું છે.
રથયાત્રાના સમગ્ર રૂટનું AMC કન્ટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરાઈ રહ્યું છે. 94 CCTV કેમેરા મારફતે રથયાત્રા પર નજર રાખવામાં આવી રહી છે. રથયાત્રાના સમગ્ર રૂટ પર નજર રાખવા અત્યાધુનિક 94 કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ 94 CCTV કેમેરા મુવેબલ હોવાથી ચારેય દિશામાં મુવ કરીને ગતિવિધિઓ પર નજર રાખી શકાય છે. અમદાવાદ અને ગાંધીનગરના કુલ 6 સેન્ટરો પર રથયાત્રાનું મોનિટરિંગ થઈ રહ્યું છે. AMC કંટ્રોલ રૂમ, શાહીબાગ પોલીસ હેડ કવાર્ટર, તંબુ ચોકી, CM હાઉસ, એનેકસી-અમદાવાદ અને DGP ઓફિસ-ગાંધીનગર ખાતેથી મોનિટરીંગ પણ થઈ રહ્યું છે.
10.00 કલાકે રથયાત્રાના ગજરાજ કાલુપુર પહોંચ્યા છે. તો અખાડા રાયપુર ચકલા પાસે પહોંચ્યા છે. અખાડા દ્વારા રસ્તા પર મલખંભ તથા વિવિધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. લોકો દ્વારા દરેક નાકે તેમને મીઠો આવકાર મળી રહ્યો છે.
રસ્તામાં ઠેર ઠેર મહિલાઓની મંડળી ભક્તિમય ભજન ગાતી દેખાઈ રહી છે.
જેમ જેમ રથયાત્રા આગળ વધી રહી છે, તેમ તેમ લોકો વધુને વધુ ભક્તો રથયાત્રામાં જોડાઈ રહ્યાં છે. સવારે 8.30 કલાકે રથયાત્રાના ટેબ્લો ઢાળની પોળમાં પહોંચ્યા હતા, તો ગજરાજ ચકલેશ્વર મહાદેવ વિસ્તારમાં હતા.
101 ટ્રકો રથયાત્રામાં જોડાઈ છે. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા છે. હાલ રથયાત્રાની ટ્રકો આસ્ટોડિયા પહોંચી છે. શહેરના 19 કિલોમીટર રુટ પર રથયાત્રા ફરશે. રથયાત્રામાં શણગારાયેલા 16 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા છે. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો છે. આ ટેબલો પર વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર લગાવાઈ છે, જેના થકી રાષ્ટ્રભાવનાનો મેસેજ આપવામાં આવ્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ લગાવવામાં આવી છે. આ ટેબલોમાં બેસેલા બાળકોએ ભારતીય સેના અને આર્મીનો પહેરવેશ પહેર્યો છે. તો એક બાળકે અભિનંદનની જેમ મૂંછો રાખી છે. રથયાત્રામાં જોડાયેલ ટેબ્લોમાં ગૃહમંત્રી અમિત શાહના પણ કટઆઉટ લગાવવામાં આવ્યા છે. અલગ અલગ ગ્રૂપના લોકો પોતાના ટેબલો સાથે રથયાત્રામાં જોડાયા છે.
ભગવાનને ધરાવાયેલા મગની પ્રસાદી લોકોમાં વહેંચવામાં આવશે. લોકોમાં ઉર્જા અને શક્તિનો પ્રચાર થાય તે હેતુથી ભગવાનને મગની પ્રસાદી ચઢાવાય છે અને ભાદમાં ભક્તોને વહેંચવામાં આવે છે.
ખલાસી સમાજના લોકોએ કહ્યું કે, વરસાદ પડે તો ખલાસી સમાજના લોકો બહુ જ ખુશ થાય છે. આજે અમી છાંટણા પ્રસાદી જેવા બની રહ્યાં. અમે આશા રાખીએ છીએ કે આખો દિવસ ઝરમર વરસાદ વરસતો રહે.
ભગવાન જ્યારે નગરચર્યા કરવા નીકળ્યા છે, ત્યારે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સરસપુરવાસીઓએ ભગવાનના રથયાત્રાના માર્ગ પર પાણીનો છંટકાવ કરીને રસ્તા ધોયા. મહિલાઓ રથયાત્રા પહેલા બેડલા લઈને રસ્તા ધોતા નજરે ચઢી.
પીએમ મોદીએ ટ્વિટર પર પોતાની રથયાત્રાની જૂની તસવીર શેર કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી બાદ મીડિયા સંબોધનમાં કહ્યું કે, રસ્તાને સાફસુધરો કરીને ભગવાનને રાજમાર્ગ માટે શરૂઆત કરાવી છે. આજે ભગવાન સમગ્ર નગરમાં ફરશે, અને રાત્રે મંદિરમાં પાછા ફરશે. ગઈકાલે રાત્રે અમી છાંટણા પણ થયા. ભગવાનની કૃપા વરસી રહી છે. આજના દિવસે સમગ્ર ગુજરાતની જનતાને મારી શુભકામનાઓ. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આજે ભગવાન જગન્નાથની રથયાત્રા આનંદમય વાતાવરણમાં ઉત્સાહપૂર્વક શરૂ કરી છે. ભગવાને પણ અમી છાંટણા વરસાવી શોભાયાત્રાને આર્શીવાદ આપ્યા છે. અમે બધાએ દર્શન કર્યાં.
પહિંદવિધી બાદ જ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદ વિધી કરવામાં આવી હતી. સોનાની સાવરણીથી ભગવાનની રથયાત્રાનો માર્ગ સાફ કરવામાં આવ્યો હતો. તેના બાદ રથયાત્રાએ પ્રસ્થાન કર્યું. બંને નેતાઓએ પહિંદ વિધી બાદ રથને ખેંચ્યો હતો.
રાજાકાળમાં રથયાત્રાના દિવસે નગરનો રાજા શણગારેલી ડોલીમાં મંદિરમાં આવતો અને ભગવાનની સેવા જાતે કરતો હતો. રથયાત્રા નીકળવાના આસપાસનો માર્ગ તેઓ જાતે ધોતા હતા. સોનાની સાવરણીથી રસ્તો સાફ કરીને માર્ગ પર સુખડનું જળ છાંટતા હતા. આ માર્ગ પરથી ભગવાન નગરચર્યાએ નીકળતા હતા. ત્યારે હવે આ વિધી રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે છે.
ભગવાન જગન્નાથ, બેહન સુભદ્રા અને ભાઈ બલરામને રથમાં મૂકવામાં આવ્યા. ભાઈ બલભદ્રના રથનું નામ તાલ ધ્વજ છે. તો બહેન સુભદ્રા કલ્પ ધ્વજ નામના રથમાં બિરાજમાન થયા. તો ભગવાન જગન્નાથ નંદીઘોષ નામના રથમાં બિરાજમાન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિંદ વિધી માટે મંદિર પહોંચી ગયા છે.
400 જેટલા ખલાસીઓ રથ ખેંચવા માટે તૈયાર, ખલાસ સમાજના ભાઈબંધુઓ વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રામાં નીકળતા ત્રણેય રથને ખેંચતા હોય છે. આ વર્ષે પણ તેઓ રથ સાથે ઉભા છે, અને હવે થોડી વારમાં રથોને ખેંચશે.
ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
રથયાત્રા દરમિયાન અમી છાંટણા થતા ચારેકોર હર્ષોલ્લાસ જોવા મળ્યો.
- વહેલી સવારે મંગળા આરતી થઈ જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે