સરકારી યોજનાઓનો લાભ કહી ભીખ મંગાવતો હતો આ વ્યક્તિ, જાણો શું છે સમગ્ર કહાણી

અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેના વિષે જાણીને આપ સૌ કોઈને એમ થશે કે ઘોર કળિયુગ આવી ગયો છે અને લોકોમાં હવે માનવતા પણ મારી પરવારી છે.

સરકારી યોજનાઓનો લાભ કહી ભીખ મંગાવતો હતો આ વ્યક્તિ, જાણો શું છે સમગ્ર કહાણી

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ જેના વિષે જાણીને આપ સૌ કોઈને એમ થશે કે ઘોર કળિયુગ આવી ગયો છે અને લોકોમાં હવે માનવતા પણ મારી પરવારી છે. સંજય ઉર્ફે સન્ની વ્યાસ નામના વ્યક્તિએ એક અપંગ મહિલાને સરકારી યોજનાઓનો લાભ અપાવી આપવાનો સપનાઓ દેખાડીને મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો છે. અને તેનાથી પણ વધારે આ અપંગ મહિલા સાથે લગ્ન કરવાની વાત કરીને મહિલા સાથે શારીરિક સબંધ પણ બાંધ્યો હોવાનો એકરાર ફરિયાદી મહિલાએ અમરાઇવાડી સ્ટેશનમાં પોલીસ ફરિયાદમાં નોંધાવી છે.

પોલીસની ગિરફતમાં આવેલ સન્ની વ્યાસે અપંગ મહિલાને રોડ ઉપર ભીખ મંગાવી અને આ પીડિત મહિલા દ્વારા પ્રતિકાર કરતા નરાધમ સન્ની વ્યાસે ગરમ ચમચાના ડામ પણ આપ્યા હતા, અને તેનાથી પણ વધારે હેવાનિયત તો ત્યારે થઇ કે મહિલા સતત પ્રતિકાર અને વિરોધ કરતા અપંગ મહિલાના માથાના વાળ કાપી નાખ્યા અને ફરીથી ચાર રસ્તા ઉપર ભીખ માંગવા માટે મોકલી આપી અને ભીખમાં આવેલા રૂપિયા સન્ની વ્યાસ મહિલા સાથે મારજૂડ કરીને પડાવી લેતો હોવાનું પણ પોલીસ સમક્ષ ફરિયાદીએ જણાવ્યું છે.

અગરબતીના કારખાનામાં કામકાજ કરનારી અપંગ મહિલાને એક સારું જીવન મળશે. તેવા સ્વપ્ના દેખાડી તેને ભીખ માંગતી કરી નાખનારની નિકોલ પોલીસે હાલ તો ધરપકડ કરી લીધી છે. પરંતુ કુદરતી અપંગ મહિલાનું મનોબળ હિમાલય પર્વત જેવું અડગ છે અને તે મહિલાની હિંમત પણ કાબેલી તારીફ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news