અમદાવાદ: યુવકે બાળકીને કહ્યું જા ચોકલેટ લઇ આવ, પછી મોટી બેન સાથે...

શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના પ્રકાશમાં આવી છે. મહત્વનું છે કે, કિશોરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે ફોન કરી પોતાની પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતી. તરૂણી હોવાનાં કારણે પોલીસ પણ ઘટનાની ગંભીરતા સમજીને દોડતી થઇ હતી.
અમદાવાદ: યુવકે બાળકીને કહ્યું જા ચોકલેટ લઇ આવ, પછી મોટી બેન સાથે...

ઉદય રંજન/અમદાવાદ : શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ધટના પ્રકાશમાં આવી છે. મહત્વનું છે કે, કિશોરીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાતે ફોન કરી પોતાની પર દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ કરતા પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતી. તરૂણી હોવાનાં કારણે પોલીસ પણ ઘટનાની ગંભીરતા સમજીને દોડતી થઇ હતી.

અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને શાકભાજી વેચવાનુ કામ કરતી મહિલાને ત્યાં છેલ્લાં 15 દિવસથી ડુંગળી-બટાકા લેવા માટે નીરજ વર્મા નામનો યુવક આવતો હતો. શનિવારે નીરજ વર્મા પોતાની રીક્ષા લઈ મહિલાનાં ઘરે આવ્યો હતો. મહિલાને શાકભાજી લેવા જવાનું હોવાથી તેઓએ નીરજ વર્માની રીક્ષા લઈને પતિ અને દીકરા સાથે રીક્ષામાં વાસણા જવા નીકળ્યા હતા. અચાનક સગીરાની એકલતાનો લાભ લઈને આરોપી યુવક ઘરે આવ્યો અને નાની બહેનને ચોકલેટ લેવા માટે બહાર મોકલી હતી. 

સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં સગીરાને કોઈને વાતની જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સગીરાએ માતાપિતાને જાણ કર્યા પછી પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પોતાની સાથે બનેલા બનાવની જાણ કરતા અમરાઈવાડી પોલીસે પોકસો એકટ મુજબ ફરિયાદ નોંધી હતી. આરોપીને નજરકેદ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news