બહુ થઇ મનની વાત હવે થશે જન-જનની વાત કોંગ્રેસ ગ્રાઉન્ડ પર ઉતરી લોકસંપર્ક કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્નોને વાંચા આપવાના પ્રયાસ શરુ કર્યા છે. થોડા સમય અગાઉ હેલ્લો અભિયાન હાથ ધર્યું હતું. લોકોનો સારો પ્રતિસાદ મળ્યો અને મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે, લોકોના પ્રશ્નોને સરકાર સાંભળતી નથી. શહેર સહિત ગામડાના લોકોમાં સરકાર સામે અસંતોષ છે. તેવા સમયમાં કોંગ્રેસ વધુમાં વધુ લોકો સુધી પહોંચવા અમારો પ્રયાસ છે. હવે અમે ઓફ લાઇન કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ.
Trending Photos
ઉદય રંજન /અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્નોને વાંચા આપવાના પ્રયાસ શરુ કર્યા છે. થોડા સમય અગાઉ હેલ્લો અભિયાન હાથ ધર્યું હતું. લોકોનો સારો પ્રતિસાદ મળ્યો અને મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસનો આક્ષેપ છે કે, લોકોના પ્રશ્નોને સરકાર સાંભળતી નથી. શહેર સહિત ગામડાના લોકોમાં સરકાર સામે અસંતોષ છે. તેવા સમયમાં કોંગ્રેસ વધુમાં વધુ લોકો સુધી પહોંચવા અમારો પ્રયાસ છે. હવે અમે ઓફ લાઇન કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ.
મનની વાત બહુ થઈ, હવે અમે જનની વાત કરીશું ત્યારૅ 18 જાન્યુઆરીથી આખા ગુજરાતમાં મહાજનસંપર્ક અભિયાન હાથ ધરાશે. 270 કોંગ્રેસના નેતાઓ રાજ્યના લોકો વચ્ચે જશે. 28 જાન્યુઆરી સુધી લોકોનાં પ્રશ્નો ઉજાગર કરશે. લોકો જે ગુંગળામણ અનુભવી રહ્યા છે તેને વાચા આપવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસનાં તમામ નેતાઓ અને પદાધિકારીઓ આ અભિયાનમાં જોડાશે.
જન સંપર્ક અભિયાન અંતર્ગત રાજ્યની તમામ મહાનગરપાલિકાના વોર્ડમાં જઈશું. 81 નગરપાલિકા 684 વોર્ડમાં કોંગ્રેસના આગેવાનો વોર્ડ લેવલની બેઠક કરશે. 4 હજાર 700 તાલુક પંચાયત પર બેઠકો છે. રાજ્યના 17 હજાર ગામડા સુધી અમે પહોંચીશું. નાનામાં નાના માણસ સુધી પહોંચીને તેના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે