ભારતમાં લોન્ચ થઈ Aston Martin DBX એસયૂવી, 4.5 સેકન્ડમાં પડકે છે 100Kmની સ્પીડ

દુનિયાભરમાં સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની એસ્ટન માર્ટિને (Aston Martin) ભારતમાં તેની પ્રથમ એસયૂવી ડીબીએક્સને (DBX) લોન્ચ કરી છે. કંપનીએ તેના માટે એક નવી ફેક્ટરી લગાવી છે. સાઈઝના સંદર્ભમાં જોઈએ તો ડીબીએક્સ ઘણી મોટી છે

ભારતમાં લોન્ચ થઈ Aston Martin DBX એસયૂવી, 4.5 સેકન્ડમાં પડકે છે 100Kmની સ્પીડ

નવી દિલ્હી: દુનિયાભરમાં સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની એસ્ટન માર્ટિને (Aston Martin) ભારતમાં તેની પ્રથમ એસયૂવી ડીબીએક્સને (DBX) લોન્ચ કરી છે. કંપનીએ તેના માટે એક નવી ફેક્ટરી લગાવી છે. સાઈઝના સંદર્ભમાં જોઈએ તો ડીબીએક્સ ઘણી મોટી છે. પરંતુ ડિઝાઈન ખુબજ સુંદર છે. કંપનીએ આ ગાડીની ડિઝાઇનમાં ઘણા ફેરફાર કર્યા છે. એસ્ટન માર્ટિન (Aston Martin) સ્પોર્ટ્સ કાર બનાવવા માટે ફેમસ છે અને સીક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડની પણ આ પસંદગીની કાર છે.

એકદમ પાવરફુલ એન્જિન
તેમાં 4- લિટર ટ્વિન-ટર્બોચાર્ઝ્ડ V8 એન્જિન છે જે 550PS અને 700NM નો ટાર્ક જનરેટ કરે છે. તેમાં નાઈન-સ્પીડ ટોક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ અને ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ આપવામાં આવી છે. ખુબજ પાવરફુલ આ SUV માત્ર 4.5 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડે છે. જ્યારે તેની ટોપ સ્પીડ 291 કિમી પ્રતિ કલાકથી વધારે છે. DBX માં લાગેલા V8 એન્જિનને નાઈન-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. એન્જિમાં સિલેન્ડર ડિએક્ટિવેશન ટેક્નિક પણ છે જે ઓછી ગતિ પર એકબાજુના સિલિન્ડરને બંધ કરી દે છે. સાથે જ તેમાં એક્ઝોસ્ટ સાઉન્ડને ટ્યુન કરી શકો છો. તેમાં 632 લિટર બૂટ સ્પેસ અને 40:20:40 ફોલ્ડિંગ રીઅર સીટ શામેલ છે.

આટલી છે કિંમત
ગાડીની કિંમત કરોડોમાં છે. તેના ઇન્ટિરિયરમાં લાકડા, ચામડા, મેટલ અને કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંપૂર્ણપણે કંપનીએ ઇન્ટિરિયરને હાથથી બનાવ્યું છે. સ્પીકર ગ્રીલમાં લેધરનું કવર પણ છે. રૂફ પર લાગેલા સ્પાઈલર અને ટેલ લેમ્પથી તે ખૂબ સરસ લાગે છે. મધ્યમાં 12.3 ઇંચ અને કેબિનમાં 10.25 ઈચની TFT સ્ક્રીન પણ છે. બેસિઝ ફિચર્સની સાથે સાથે શ્રેષ્ઠ સનરૂફ, 360 ડિગ્રી કેમેરા સિસ્ટમ અને 64 એમ્બિયન્ટ લાઇટિંગ જેવી ઘણી વસ્તુઓ આપવામાં આવી છે.

આ સાથે, 22 ઇંચનો વ્હીલ બેઝ પણ આપવામાં આવ્યો છે. ડીબીએસની કિંમત ભારતમાં 3.82 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ પર લોન્ચ કરવામાં આવી છે. DBX માં 632 લીટરના બૂટસ્પેસ છે અને વધારે સ્પેસ માટે પાછળની સીટને 40:20:40 માં વિભાજિત કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news