વર્ષના દિવસ 365, તેની સામે બે વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મના 3796 કેસ, ખુદ ગુજરાત સરકારે આ આંકડા આપ્યા

ગુજરાતમાં જે હદે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે તે જોતા હવે ગુજરાતની છબી બગડે તેવુ લાગી રહ્યુ છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આ અંગે આંકડા માંગવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નોંધાયેલા દુષ્કર્મના બનાવોની માહિતી વિધાનસભામાં આપવામાં આવી

વર્ષના દિવસ 365, તેની સામે બે વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મના 3796 કેસ, ખુદ ગુજરાત સરકારે આ આંકડા આપ્યા

ઝી મીડિયા/બ્યૂરો :વર્ષોથી ગુજરાતમાં સલામત ગણાતી મહિલાઓની સુરક્ષાના હવે પ્રશ્નો ઉભા થયા છે. ગુજરાતમા જે રીતે દુષ્કર્મના અને મહિલા પર હુમલાઓના કિસ્સા વધી રહ્યા તે જોતા ગુજરાતની દરેક મહિલા પોતાને નિર્ભયા જેવી અનુભવી રહી છે. તો સાથે જ સરકારે પણ વિધાનસભામાં આંકડા આપીને સાબિત કર્યુ કે, હા, ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. વિધાનસભામાં આંકડા અપાયા કે, ગુજરાતમાં બે વર્ષ દરમિયાન દુષ્કર્મના 3796 કેસ નોંધાયા છે. એટલે કે દર 12 દિવસે દુષ્કર્મનો એક કેસ નોંધાય છે. 

ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય ગણાતુ હતું. અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતી મહિલાઓ પણ ગુજરાતમાં આવીને વખાણ કરતી કે, તેઓ ગુજરાતમાં રહીને સુરક્ષિત અનુભવે છે. પણ છેલ્લા બે વર્ષમાં એવુ થયુ કે ગુજરાતના માથા પરથી મહિલા સુરક્ષાનો તાજ છીનવાઈ શકે છે. ગુજરાતમાં જે હદે દુષ્કર્મના કેસ વધી રહ્યા છે તે જોતા હવે ગુજરાતની છબી બગડે તેવુ લાગી રહ્યુ છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં આ અંગે આંકડા માંગવામાં આવ્યા હતા. રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન નોંધાયેલા દુષ્કર્મના બનાવોની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે. જે મુજબ, ગુજરાતમાં બે વર્ષમાં 3796 દુષ્કર્મના કેસ બન્યા છે. જેમાં 61 સામુહિક દુષ્કર્મના કેસ છે. 

કયા શહેરમાં કેટલા દુષ્કર્મ
સરકારે કયા શહેરમાં દુષ્કર્મના કેટલાક કેસ નોંધાયા છે તેની માહિતી પણ આપી છે. જે મુજબ, અમદાવાદ શહેરમાં બે વર્ષ દરમિયાન 729 રેલ નોંધાયા છે. આ આંકડાનુ વિશ્લેષણ કરીએ તો, દરરોજ અમદાવાદમાં દુષ્કર્મનો એક કેસ નોંધાય છે. વિકસતા શહેરની સાથે અહી મહિલા સુરક્ષા કેવી છે તેનો આ પુરાવો છે. આ સાથે જ સુરતમાં 508, વડોદરામાં 183, છોટાઉદેપુરમાં 175 અને કચ્છમાં 166 કેસ બે વર્ષ દરમિયાન નોંધાયા છે. તો રાજકોટમાં 145, ભાવનગરમાં 132, મોરબીમાં 77, અમરેલીમાં 45, જૂનાગઢમાં 114, ગીરસોમનાથમાં 84, પોરબંદરમાં 24, જામનગરમાં 51, દ્વારકામાં 49 અને બોટાદમાં 61 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દાહોજમાં 60, આણઁદમાં 52, મહીસાગરમાં 66, ખેડામાં 58, પંચમહાલમાં 62 કેસ નોંધાયા છે. તો બનાસકાંઠામાં 134, પાટણમાં 131, ગાંધીનગરમાં 37, મહેસાણામાં 65, સાબરકાંઠામાં 136 અને અરવલ્લીમાં 41 કેસ નોંધાયા છે. 

સાથે જ નસીબની બલિહારી એવી છે કે, એક તરફ કેસ વધ્યા છે, પરંતુ તેના 203 આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે. આંકડા મુજબ, રાજ્યના 22 જિલ્લાઓ એવા છે કે, જ્યાં છેલ્લા બે વર્ષ દરમિયાન એક કે એકથી વધુ સામુહિક દુષ્કર્મના બનાવો બની ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news