ગુજરાતના આ મંદિરમાં છેલ્લા 60 વર્ષથી દિવસ-રાત ચાલી રહી છે રામધૂન, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે નામ
રણમલ તળાવ પાસે આવેલા બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 59 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. આવનારી 1 ઓગસ્ટના રોજ આ અખંડ રામધૂન 60માં વર્ષમાં પ્રવેશ કરશે.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં સંત શ્રીપ્રેમભિક્ષુજી મહારાજની નિશ્રામાં શરૂ કરવામાં આવેલ શ્રી અખંડ રામધૂન આજે 60માં વર્ષમાં પ્રવેશ કર્યું છે. આ પ્રસંગે આજે સાંજે મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
જામનગરમાં તળાવની પાળ ખાતે આવેલા શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી બાલા હનુમાન મંદિરમાં સંતશ્રી પ્રેમભિક્ષુજીની પ્રેરણા અને નિશ્રામાં શ્રી રામ જય રામ જય જય રામ મંત્રીની અંખડ ધૂનનો 1 ઓગષ્ટ 1964ના રોજ મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ અખંડ રામધૂનને લીધે શ્રી બાલા હનુમાન મીદર ગ્રિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન મેળવી ચુકયું અને તેથી જ દેશ-વિદેશના લોકો જામનગરની મુલાકાત દરમ્યાન શ્રી બાલા હનુમાન મંદિરે દર્શન કરવા આવે છે. આ મંદિરમાં દિવસ-રાત સતત 24 કલાક રામધૂનનું સ્મરણ કરવામાં આવે છે.
59 વર્ષ દરમ્યાન કરોડો મંત્રનું ઉચ્ચારણ થઇ ચુકયું છે. અનેક ભકતો નિયમિત રામધૂનમાં દરરોજ સમયદાન આપી ભકિતનું રસપાન કરવાનો લાભ લઇ રહ્યા છે. આ રામધૂનની વિશેષતા એ છે કે વાવાઝોડું, ધરતીકંપ, કાળઝાળ ગરમી, ભારે વરસાદ, કાતિલ ઠંડી હોય કે કોરોનાકાળ દરેક સંજોગોમાં આ રામધૂનનો નિયતક્રમ અતુટ રહ્યો છે.
આજે આ અખંડ રામધૂન ૫૯ વર્ષ પૂર્ણ કરીને ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગ નિમિત્તે આજે સાંજે સાડા સાતથી આઠ દરમ્યાન મહાઆરતી કરવામાં આવશે તેમ ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે