ભૂલેચૂકે આ પક્ષીઓ તમારા ઘરમાં આવી જાય તો ઉડાડી ન મૂકતા, આપે છે 'છપ્પરફાડ ધન'નો સંકેત!
Lucky Birds Bring Wealth: હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ ઉપરાંત છોડ-ઝાડ અને પશુ પક્ષીઓની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેટલાક ખાસ પશુ પક્ષીઓ ખુબ જ શુભ હોય છે અને તેમની પૂજા કરવી, સેવા કરવી એ જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે.
Trending Photos
Lucky Birds Bring Wealth: હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ ઉપરાંત છોડ-ઝાડ અને પશુ પક્ષીઓની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કેટલાક ખાસ પશુ પક્ષીઓ ખુબ જ શુભ હોય છે અને તેમની પૂજા કરવી, સેવા કરવી એ જીવનમાં સુખ સમૃદ્ધિ આપે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ પશુ પક્ષીઓ સંલગ્ન શુભ અને અશુભ સંકેત પણ જણાવવામાં આવ્યા છે. આજે અમે પક્ષીઓ સંલગ્ન કેટલાક સંકેતો વિશે જણાવીશું જે ખુબ લાભ આપે છે. આ પક્ષીઓનું ઘરમાં આવવું ખુબ શુભ માનવામાં આવે છે.
સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય આપે છે આ પક્ષીઓ
ઘરમાં પોપટ આવવાનો અર્થ: વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરમાં અચાનક પોપટ આવી જાય તો ખુબ શુભ હોય છે. પોપટ આવવો એ અચાનક ધનલાભ થવાનો પૂર્વ સંકેત છે.
ઘરમાં ઘુવડ આવવાનો અર્થ: ઘુવડ માતા લક્ષ્મીનું વાહન મનાય છે. જો ઘરમાં ઘુવડ આવે કે પછી ઘરની આજુબાજુ ઘુવડ નજરે ચડે તો તમારા પર લક્ષ્મીની કૃપા થવાનો સ્પષ્ટ સંકેત છે. ઘુવડ દેખાય તો અપાર ધન, સુખ અને સમૃદધિનો સંકેત લાવે છે.
ઘરમાં ચકલીનો માળો: વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ચકલીનો માળો બનવો એ ખુબ શુભ હોય છે. તે ઘરમાં સુખ-સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. ઘરમાં ચકલીનો માળો બનવો એ સંકેત છે કે તમારા ઘરમાં જલદી ખુશીઓ આવવાની છે.
ઘરમાં કાગડો આવે: ઘરમાં કાગડાનું આવવું પણ ખુબ શુભ મનાય છે. આ જણાવે છે કે તમારા ઘરમાં મહેમાન આવવાના છે.
ઘરમાં નીલકંઠ આવે: આમ તો નીલકંઠ પક્ષી બહુ ઓછા નજરે ચડે છે પરંતુ આ પક્ષીનું જોવું ખુબ શુભ હોય છે. જો નીલકંઠ તમારા ઘર પર આવીને બેસે તો માની લેવું કે તમારી લોટરી લાગી છે. દશેરાના દિવસે નીલકંઠનું ઘરની આજુબાજુ દેખાવું એ અપાર ધન દૌલત, સૌભાગ્ય અપાવી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે