એકસાથે બે દીકરા ગુમાવનાર પિતા બોલ્યા, ‘મેં મારા બંને વારસદાર ગુમાવ્યા, મારું બધુ લૂંટાઈ ગયું...’
સવારે સાડા આઠના સમયે નોકરી જવા નીકળેલા રામ પરિવારના બે સગા ભાઈઓને ખબર ન હતી કે, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોત તેમની રાહ જોઈ રહી છે. બીઆરટીએસના સ્વરૂપમાં અમદાવાદના રસ્તાઓ પર ફરી રહેલા યમરાજાએ રામ પરિવારના કુળ દીપકોનો ભોગ લીધો હતો. બે સગાભાઈના મોત બાદ રામ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની માતા તો વિશ્વાસ જ ન કરી શક્યા કે તેઓએ એકસાથે બંને દીકરાઓને ગુમાવ્યા છે. ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે પછી માતાપિતા ક્યારેય જોઈ નહિ શકે.
Trending Photos
અમદાવાદ :સવારે સાડા આઠના સમયે નોકરી જવા નીકળેલા રામ પરિવારના બે સગા ભાઈઓને ખબર ન હતી કે, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોત તેમની રાહ જોઈ રહી છે. બીઆરટીએસના સ્વરૂપમાં અમદાવાદના રસ્તાઓ પર ફરી રહેલા યમરાજાએ રામ પરિવારના કુળ દીપકોનો ભોગ લીધો હતો. બે સગાભાઈના મોત બાદ રામ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની માતા તો વિશ્વાસ જ ન કરી શક્યા કે તેઓએ એકસાથે બંને દીકરાઓને ગુમાવ્યા છે. ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે પછી માતાપિતા ક્યારેય જોઈ નહિ શકે.
બંને સગા ભાઈ ઓફિસ જવા નીકળ્યા હતા
બાઈક નંબર GJ 32 H 8644 પર જયેશ હીરાભાઈ રામ (ઉંમર 24 વર્ષ) અને નયન હીરાભાઈ રામ (ઉંમર વર્ષ 26) નામના બે યુવકો ઓફિસ જઈ રહ્યા હતા. બાઈકચાલક યુવકોનો પરિવાર વેરાવળના વતની હતા, તેઓ હાલ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા છે. ત્યારે બીઆરટીએસની ટક્કરે નોકરી જવા નીકળેલા બે સગા ભાઈઓનું કરુણ મોત નિપજ્યું છે. મૃતક જયેશભાઈના પત્ની દાણીલીમડામાં પીએસઆઈ છે. નાનો ભાઈ ગાંધીનગર ખાતે સચિવાલયમાં નોકરી કરતો હતો, જ્યારે મોટો ભાઈ તાલાલા ખાતે બેંકમાં નોકરી કરે છે. મોટા ભાઈની તાલિમ હોવાથી હાલ તે અમદાવાદ આવ્યો હતો.
પિતાએ કહ્યું, મારું બધુ જ લૂંટાઈ ગયું છે
રામ પરિવારને માલૂમ ન હતું કે, તેઓને એક જ દિવસમાં પરિવારના બે કુળદીપક એકસાથે ગુમાવવા પડશે. ઘટના બાદ નયનભાઈના પત્ની અને બંને યુવકોની માતાનું આક્રંદ જોઈને કાળજુ કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખો પરિવાર ગમગીની બની ગયો હતો. બંને યુવકોના પિતા હીરાભાઈ રામ તો કંઈ સમજી શકે તેવી સ્થિતિમા જ ન હતા. માત્ર એટલું જ બોલી શક્યા કે, મેં મારા બંને વારસદાર ગુમાવી દીધા છે. હવે મારી આગળપાછળ કંઈ છે જ નહિ. હાલ તો હું સાવ ભાંગી પડેલો માણસ છું. મારી સ્થિતિ બહુ જ ખરાબ છે. મારું બધુ જ લૂંટાઈ ગયું છે. સરકારને અને તંત્રને મારી વિનંતી છે કે, બીઆરટીએસ મામલે વારંવારની રજૂઆત છે, આવુ વારંવાર બનતુ હોય છે, તેથી આવી રીતે કોઈના ચિરાગ ન બૂઝાય અને તંત્ર ધ્યાન આપે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે