રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે ચિંતાજનક ખબર, આજે પ્લેનમાં ચેન્નાઈ લઈ જવાશે

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અંગે ચિંતાજનક ખબર, આજે પ્લેનમાં ચેન્નાઈ લઈ જવાશે
  • રાજ્યભરના દર્દી પૈકી સૌથી ગંભીર દર્દીના લિસ્ટમાં સામેલ છે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ.
  • ટ્રીટમેન્ટ બાદ પણ તેમના ફેફસામાં હજી રિકવરી નથી આવી. તેઓને હોસ્પિટલમાં 1 મહિનાથી વધુ સમય થઈ ગયો

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતને લઇને ચિંતાજનક સમાચાર સામે આવ્યા. અભય ભારદ્વાજને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાશે. આજે 1 વાગ્યે ચાર્ટર્ડ પ્લેનમાં તેઓને ચેન્નાઇની હોસ્પિટલમાં શિફ્ટ કરાશે. હવે ફેફસાંના નિષ્ણાંત ડોક્ટર બાલકૃષ્ણ પાસે અભય ભારદ્વાજની સારવાર થશે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની સ્થિતિ હજુ પણ નાજુક હોવાનું તબીબોનુ કહેવુ છે. તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. હાલમાં અભય ભારદ્વાજ (Abhay Bharadwaj) ને ECMO ટ્રીટમેન્ટ અને વેન્ટિલેટર બંન્ને મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો : નવરાત્રિથી દિવાળી.. લગ્નથી મરણ સુધીના પ્રસંગો કેવી રીતે ઉજવવા તેની સરકારે આપી ગાઈડલાઈન

ફેફસામાં હજી રિકવરી નથી આવી 
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર છે. ત્યાર રાજ્યભરના દર્દી પૈકી સૌથી ગંભીર દર્દીના લિસ્ટમાં સામેલ છે રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ. જેઓ 4 સપ્ટેમ્બરથી રાજકોટના ICU વોર્ડમાં સારવાર હેઠળ છે. સુરતથી આવેલ ચેસ્ટ ફિઝિશિયન નિષ્ણાત તબીબો દ્વારા તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસ ફેફસાં સુધી પહોંચતા તેઓને ન્યુમોનિયા થયો અને ગઠા જામી ગયાનું તબીબોનું અનુમાન છે. જોકે, ટ્રીટમેન્ટ બાદ પણ તેમના ફેફસામાં હજી રિકવરી નથી આવી. તેઓને હોસ્પિટલમાં 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તેથી હવે તેમની વધુ ટ્રીટમેન્ટ માટે ચેન્નાઈ લઈ જવાનું નક્કી કરાયું છે. 

આ પણ વાંચો : નવરાત્રિ વિશે ગુજરાત સરકારની મોટી જાહેરાત, શેરી ગરબાને પણ મંજૂરી નહિ

ECMO પર અનેક દિવસ થયા
અભય ભારદ્વાજની હાલત ગંભીર બનતા કૃત્રિમ ફેફસાં પર અનેક દિવસથી રાખવામાં આવ્યા છે. જોકે, હજી પણ તેમની સ્થિતિમાં કોઈ ફરક આવ્યો નથી. તબીબોના જણાવ્યા અનુસાર તેમના દરરોજ અલગ અલગ પ્રકારના રિપોર્ટ કરાવાય છે, પણ હજુ સુધી સ્થિતિ સુધરી હોય તેવા નિર્દેશ દેખાતા નથી. તબીબોએ કહ્યું કે, ECMO પર પણ અનેક દિવસ થયા છે અને ધીરે ધીરે તેના સેટિંગ ઘટાડવા પ્રયાસ છે અને તે માટે વેન્ટિલેટર પણ શરૂ કરાયું છે. હાલ તેમને વેન્ટિલેટર અને એક્મો બંને મશીન મારફત ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે. દૂરબીનની મદદથી અભય ભારદ્વાજની શ્વાસ નળીની સર્જરી કરી બ્લોકેજ દૂર કરાયું હતુ. જોકે, હજી પણ લોહીના ગઠા દૂર કરવા ECMO ટ્રીટમેન્ટ આપવામા આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news