તહેવારોની સીઝન પહેલાં RBI એ આપ્યો ઝટકો, નહીં મળે EMI પર રાહત

તહેવારની સીઝનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની Monetary Policy Committee (MPC)ની બેઠકના પરિણામની જાહેરાત થઈ ગઈ છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાન્ત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બેઠકના પરિણામો અંગે જાણકારી આપી. 

તહેવારોની સીઝન પહેલાં RBI એ આપ્યો ઝટકો, નહીં મળે EMI પર રાહત

નવી દિલ્હી: તહેવારની સીઝનમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની Monetary Policy Committee (MPC)ની બેઠકના પરિણામની જાહેરાત થઈ ગઈ છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાન્ત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બેઠકના પરિણામો અંગે જાણકારી આપી. 

રેપો રેટ 4 ટકા યથાવત
આ દરમિયાન તેમણે જણાવ્યું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનો અર્થ એ કે રેપો રેટ ચાર ટકા યથાવત છે. અત્રે જણાવવાનું કે તહેવારોની સીઝનમાં એવી આશા વ્યક્ત કરાઈ હતી કે આરબીઆઈ ડિમાન્ડ વધારવા માટે રેપો રેટ પર કાતર ફેરવી શકે છે. જો કે એવું કઈ થયું નથી. અત્રે જણાવવાનું કે ઓગસ્ટ મહિનામાં આરબીઆઈની Monetary Policy Committee (MPC)ની બેઠકમાં પણ રેપો રેટ પર કોઈ ફેરફાર કરાયો નહતો. જો કે આરબીઆઈ આ અગાઉ ગત બે બેઠકોમાં રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. હાલ રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. 

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પોઝિટિવમાં આવી જશે. તેમણે કહ્યું કે તમામ સેક્ટરોમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે. હવે કોવિડને રોકવા કરતા ફોકસ રિવાઈવલ પર વધુ છે. તેમણે જીડીપી ગ્રોથ અંદાજે નિગેટિવમાં 9.5 ટકા રાખ્યો છે. જ્યારે નાના કરજદારો માટે 7.5 કરોડ રૂપિયાના કરજની મંજૂરી આપી છે. 

— ANI (@ANI) October 9, 2020

નવી હાઉસિંગ લોન પર રિસ્ક વેઈટેજને ઓછું કરાયું છે. જ્યારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આરટીજીએસને 24 કલાક લાગુ કરવાનો પ્રસ્તાવ છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે અમારું ફોકસ ફાઈનાન્સને સરળ બનાવવા અને ગ્રોથ વધારવા પર છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખતા આગામી અઠવાડિયે 20,000 કરોડ રૂપિયાનું ઓપન માર્કેટ ઓપેરશન એટલે કે OMO કરીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news