BIG BREAKING: ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાશે ચૂંટણી, કેન્દ્રીય ચૂંટણી પંચે તારીખોની કરી જાહેરાત
કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂરી થતા તેમની બેઠક પર ચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠક પર ઓગસ્ટ મહીનામાં મુદ્દત પૂર્ણ થાય છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી નાંખી છે. 24 જુલાઈએ ગુજરાતની 3 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. રાજ્યસભામાં દિનેશ અનાવાડિયા, જુગલજી ઠાકોર અને એસ. જયશંકરની ટર્મ પૂરી થઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે
13 જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 14 જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 24 જુલાઈએ સવારે 9થી સાંજના 4 સુધી મતદાન થશે અને 24 જુલાઈએ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ દરમિયાન ગોવા, ગુજરાત, બંગાળ સહિત 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની બેઠકોની ચૂંટણીને લઈ કાર્યક્રમ જાહેર કર્યો છે. જે પ્રમાણે 13 જુલાઇ સુધી ફોર્મ ભરી શકાશે તેમજ 24 જુલાઇએ મતદાન થશે. અત્રે તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટર્મ પૂરી થતા તેમની બેઠક પર ચૂંટણી યોજાશે. આ ત્રણેય બેઠક પર ઓગસ્ટ મહીનામાં મુદ્દત પૂર્ણ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે